કોચિંગ સહાય યોજના સંપૂર્ણ માહિતી જરૂરી વાંચો

વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી સહાય: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ₹૨૦,૦૦૦ ની સહાય

​નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી તાલીમ માટે આર્થિક સહાય આપતી વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાઓનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગના (EBC) વિદ્યાર્થીઓ લઈ શકશે.

કઈ યોજનાઓ હેઠળ સહાય મળશે?

​મુખ્યત્વે ત્રણ પ્રકારના કોચિંગ/તાલીમ માટે ₹૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે:

  1. સ્પર્ધાત્મક પરીક્ષાઓ (વર્ગ ૧, ૨, ૩) માટે: સ્નાતક (ડિગ્રી) થયેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC જેવી પરીક્ષાઓના કોચિંગ માટે.
  2. NEET, JEE, GUJCET માટે: ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અથવા પાસ થયેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને.
  3. ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓ અને વિદેશ અભ્યાસ માટે: સ્નાતક થયેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને UPSC (CSPT), NIFT, NLU જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ તેમજ IELTS, TOFEL, GRE જેવી વિદેશ અભ્યાસ માટેની પરીક્ષાઓના કોચિંગ માટે.

મહત્વપૂર્ણ તારીખો (ખાસ યાદ રાખો)

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૦૧/૦૯/૨૦૨૫
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫/૧૨/૨૦૨૫
  • અરજીની હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ: ૩૧/૧૨/૨૦૨૫

અરજી પ્રક્રિયા

  1. ઓનલાઈન અરજી: સૌ પ્રથમ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. દસ્તાવેજ અપલોડ: અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો (જાતિ, આવક વગેરે) અપલોડ કરવા.
  3. પ્રિન્ટઆઉટ: ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ લેવી.
  4. હાર્ડ કોપી જમા કરાવો: આ પ્રિન્ટઆઉટ સાથે તમામ જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો જોડીને તમારા જિલ્લાની “જિલ્લા વિકસતી જાતિ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી” ખાતે ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં જમા કરાવવાની રહેશે.

ખાસ નોંધ: નિયત સમયમર્યાદામાં અરજીપત્રકની હાર્ડ કોપી જમા નહીં કરાવનાર વિદ્યાર્થીઓની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. વધુ વિગતો માટે https://sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

Updated: September 2, 2025 — 8:24 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *