કોચિંગ સહાય યોજના સંપૂર્ણ માહિતી જરૂરી વાંચો

વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી સહાય: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ₹૨૦,૦૦૦ ની સહાય

​નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી તાલીમ માટે આર્થિક સહાય આપતી વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાઓનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગના (EBC) વિદ્યાર્થીઓ લઈ શકશે.

​કઈ યોજનાઓ હેઠળ સહાય મળશે?

​મુખ્યત્વે ત્રણ પ્રકારના કોચિંગ/તાલીમ માટે ₹૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે:

  1. ​સ્પર્ધાત્મક પરીક્ષાઓ (વર્ગ ૧, ૨, ૩) માટે: સ્નાતક (ડિગ્રી) થયેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC જેવી પરીક્ષાઓના કોચિંગ માટે.
  2. ​NEET, JEE, GUJCET માટે: ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અથવા પાસ થયેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને.
  3. ​ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓ અને વિદેશ અભ્યાસ માટે: સ્નાતક થયેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને UPSC (CSPT), NIFT, NLU જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ તેમજ IELTS, TOFEL, GRE જેવી વિદેશ અભ્યાસ માટેની પરીક્ષાઓના કોચિંગ માટે.

​મહત્વપૂર્ણ તારીખો (ખાસ યાદ રાખો)

  • ​ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૦૧/૦૯/૨૦૨૫
  • ​ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫/૧૨/૨૦૨૫
  • ​અરજીની હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ: ૩૧/૧૨/૨૦૨૫

​અરજી પ્રક્રિયા

  1. ​ઓનલાઈન અરજી: સૌ પ્રથમ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. ​દસ્તાવેજ અપલોડ: અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો (જાતિ, આવક વગેરે) અપલોડ કરવા.
  3. ​પ્રિન્ટઆઉટ: ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ લેવી.
  4. ​હાર્ડ કોપી જમા કરાવો: આ પ્રિન્ટઆઉટ સાથે તમામ જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો જોડીને તમારા જિલ્લાની “જિલ્લા વિકસતી જાતિ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી” ખાતે ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં જમા કરાવવાની રહેશે.

​ખાસ નોંધ: નિયત સમયમર્યાદામાં અરજીપત્રકની હાર્ડ કોપી જમા નહીં કરાવનાર વિદ્યાર્થીઓની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. વધુ વિગતો માટે https://sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

Updated: September 2, 2025 — 8:24 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *