24 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે લગભગ 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન નીતિને મંજૂરી આપી હતી. 1 એપ્રિલથી યુનિફાઇડ પેન્શન યોજના લાગુ થશે.
Unified Pension Scheme: સરકાર 1 એપ્રિલ 2025થી રાષ્ટ્રીય પેન્શન હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન યોજના (UPS) શરૂ કરવા જઈ રહી છે. સરકારે આ માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આ યોજના હેઠળકર્મચારીઓએ NPS જેવા તેમના મૂળ પગારના 10% ફાળો આપવાનો રહેશે. સરકાર 18.5% ફાળો આપશે. આ રીતે કુલ યોગદાન 28.5 ટકા થશે.
મૂળભૂત પગારના 50 ટકા પેન્શન
24 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે લગભગ 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન નીતિને મંજૂરી આપી હતી. જે અંતર્ગત માસિક પેન્શન તરીકે મૂળભૂત પગારના 50 ટકા પેન્શન મળશે. આ એકીકૃત પેન્શન યોજના એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગૂ થશે કે જે રાષ્ટ્રીય પેન્શન વ્યવસ્થા અંતર્ગત આવે છે અને રાષ્ટ્રીય પેન્શન વ્યવસ્થા અંતર્ગત તેનો વિકલ્પ પસંદ કરે છે.
પેન્શન દર મહિને 10,000 રૂપિયા થશે
ઈશ્યુ કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે ઉલ્લેખિત અન્ય શરતોને આધીન, યોજના હેઠળ ખાતરીપૂર્વકની ચુકવણી ફક્ત ત્યારે જ કરાશે જો સંપૂર્ણ ખાતરીપૂર્વકની ચુકવણીનો દર નિવૃત્તિ પહેલાંના બાર માસિક સરેરાશ મૂળ પગારના 50% હોય. સંપૂર્ણ ખાતરીપૂર્વકની ચુકવણી ઓછામાં ઓછી 25 વર્ષની સેવા પછી ચૂકવવાપાત્ર રહેશે.