કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમણે UPS પસંદ કરી છે, તેમને હવે એક વખતની UPSમાંથી NPSમાં બદલાવાની (Switch) સુવિધા આપવામાં આવશે.
આ સુવિધા કર્મચારી સુપરએન્યુએશન પહેલાંના એક વર્ષમાં અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની તારીખથી ત્રણ મહિના પહેલાં સુધી લઈ શકશે. જો ન લેવાય તો કર્મચારી UPS હેઠળ જ ચાલુ રહેશે.
આ સુવિધા દંડ સ્વરૂપે નિવૃત્તિ, બરતરફી અથવા શિસ્ત સંબંધિત કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે લાગુ નહીં પડે.
એક વખત NPSમાં બદલાવ્યા પછી UPSના લાભો મળતા નથી. સરકારની 4% ડિફરેશિયલ કોન્ટ્રિબ્યુશન NPSમાં જમા થશે.
તમામ મંત્રાલયો/વિભાગોને આ GRની જાણ તેમના અધિકારીઓ/કર્મચારીઓને કરવા જણાવવામાં આવે છે.
આ નિર્ણય સક્ષમ અધિકારીની મંજૂરીથી બહાર પાડવામાં આવ્યો છે.