PSI ભરતી માટે નવ નિયમો સાથે નો સિલેબસ જાહેર
ફિઝિકલ ટેસ્ટના માર્ક્સ નહીં પણ નિયત સમચમાં દોડ પૂરી કરવાની રહેશે PSI ભરતી માટેના નવા નિયમો જાહેર હવે બે તબક્કામાં પરીક્ષા લેવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર આગામી સમયમાં ગૃહ વિભાગમાં ૧૧,૦૦૦થી વધુ ભરતીની સરકાર હાથ ધરનાર છે એમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી માટે નવા નિયમોની જાહેરાત કરી છે. આ નવા નિયમો મુજબ ફિઝિકલ ટેસ્ટ ઉપરાંત બે તબક્કામાં મુખ્ય પરીક્ષા લેવાશે. ફિઝિકલ ટેસ્ટના માર્ક્સ નહીં ગણાય, પરંતુ નિયત સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. એમાં વજનનો ક્રાયટેરિયા હટાવાયો છે.

પીએસઆઇની પરીક્ષા માટે ૩૦૦ માર્ક્સના બે અલગ અલગ પેપર રહેશે. જેમાં MCQ આધારિત પેપર ૨૦૦ માર્ક્સ અને અન્ય પરીક્ષા ૧૦૦ માર્ક્સની રહેશે. આ પરીક્ષાર્થી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કરીને પાસ 300 માર્ક્સના બે પેપરઃ MCQ આધારિત 200 માર્ક્સનું એક અને બીજું 100 માર્ક્સનું પેપર રહેશે.
જૂના નિયમ મુજબના કેટલાક વિષય રદ કરાયા, કેટલાક નવા વિષય ઉમેરાયા જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી. એવીડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ જેવા વિષયો રદ્ કરીને હવે આ મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલા છે.
PER-1 – GENERAL STUDES (MCQ) પાર્ટ-એ માં રિઝનિંગ અને ડેટા ઇન્ટપ્રિટેશન (૫૦) અને ક્વોન્ટિટેટી એપ્ટીટ્યુડ (૫૦) એમ મળી કુલ ૧૦૦ માર્કસ, પાર્ટ-બીમાં ભારતનું બંધારણ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન (૨૫), હિસ્ટ્રી, જીઓગ્રાફિ, ક્લચરલ હેરિટેજ (૨૫), કરન્ટ અફેર્સ અને જનરલ નોલેગ (૨૫), એન્વાયરમેન્ટ, સાયન્સ તથા ટેકનોલોજી અને ઇકોનોમિક્સ (૨૫) મળી કુલ ૧૦૦ માર્કસના પેપર રહેશે. જ્યારે પાર્ટ-બીમાં ગુજરાતી, અંગ્રેજી લેંગ્વેજ સ્કીલ ડીસ્ક્રિપ્ટીવમાં પાર્ટ-એ (ગુજરાતી ભાષા)માં ૩૫૦ શબ્દમાં નિબંધ (૩૦), પ્રિસાઇસ રાઇડિંગ (૧૦), હોમ્પ્રિહેન્સન (૧૦), રિપોર્ટ રાઇટિંગ (૧૦), લેટર રાઇટિંગ (૧૦), જ્યારે પાર્ટ-બી (અંગ્રેજી લેંગ્વેજ સ્કીલ) પ્રિસાઇસ રાઇટિંગ (૧૦), કોમ્પ્રિહેક્શન (૧૦), ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર (૧૦) મળી કુલ ૧૦૦ માર્ક્સનું પેપર. થનારને વધારાના ગુણ પ્રાપ્ત થશે.
અગાઉ શારીરિક, પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા એમ ત્રણ પ્રકારે પરીક્ષા પાસ કર્યા પછી PSI બની શકાતુ હતું, હવે શારીરિક અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા થશે. આ ફેરફારના કારણે શારીરિક પરીક્ષામાં નિયત સમયમાં પાસ થનાર આપોઆપ મુખ્ય પરીક્ષામાં બેસવા યોગ્ય ગણાશે. જોકે, શારીરિક પરીક્ષાના ગુણ હવે અપાશે નહીં.હવે કુલ-૩૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે. જેમાં બે પેપર રહેશે. પેપર-૧(GENERAL STUDIES(M- CQ)) ૦૩ ક્લાકનું અને ૨૦૦ ગુણનું ૨હેશે તથા પેપર-૨(GUJARATI ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 ક્લાકનું અને ૧૦૦ ગુણનું રહેશે.પેપર-૧ Part-A(૧૦૦ ગુણ) અને Part-B(૧૦૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર-૨ Part-A(૭૦ ગુણ) અને |Part-B(૩૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર-૧ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું પેપર-૨ ચકાસવામાં આવશે.