વિષય: જુની પેન્શન યોજના અંતગર્ત રાખવામાં આવેલ કેમ્પની તારીખોમાં ફેરફાર કરવા બાબત.
સંદર્ભ: ૧. આ કચેરીનાં પત્ર ક્રમાંકઃ પ્રાશિનિ/ગ- સેવા/OPS/૨૦૨૫/૬૭૨-૭૨૪ ता.१४/०८/२०२५
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, આ કચેરીના સંદર્ભ પત્રથી જુની પેન્શન યોજના અંતગર્ત રાખવામાં આવેલ કેમ્પ માટે તારીખવાર આયોજન કરવામાં આવેલ પરંતુ તારીખ-૨૮,૨૯/૦૮/૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાએ વધ-ઘટ બદલી કેમ્પ હોઈ સંદર્ભ પત્રથી આપવામાં આવેલ શિડયુલની તારીખોમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવેલ છે. જે તારીખે સંબંધિતિ કચેરીઓ ધ્વારા સંદર્ભપત્રથી આપવામાં આવેલ સૂચનાઓને ધ્યાને લઈ જરૂરી વિગતો અને આધાર- પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે.
