નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(NMMS) પરીક્ષા-૨૦૨૪-૨૫”
ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ sinh ક્રમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા માટે તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતુ. જેના અનુસંધાને જે વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભરેલ છે તે વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(NMMS)પરીક્ષા તા:૨૨/૦૨/૨૦૨૫, શનિવારના રોજ દરેક જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૨:૦૦ કલાકથી ૦૩:૦૦ કલાક દરમ્યાન સુધી યોજાનાર છે.
ઉક્ત પરીક્ષા માટેની હોલટીકીટ www.sebexam.org વેબસાઇટ પરથી તા: ૧૪/૦૨/૨૦૨૫ ના રોજ બપોરના ૧૪:૦૦ કલાકથી તા.૨૨/૦૨/૨૦૨૫ પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર નાખી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
