નમસ્કાર મિત્રો,
HTAT મુખ્યશિક્ષક બદલીના જે ડ્રાફ્ટને માન્ય સંગઠનો સંમતિ આપી આવ્યા છે એમા ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ, સૂચિત ને મળેલ માહીતી મુજબ નીચે મુજબના મુદ્દાઓછે. 👇
૧) સંખ્યાના ઉતરતા ક્રમમાં જગ્યાઓ ખોલવી એટલે કે (દા.ત- કચ્છ જીલ્લામાં જો 1 જ HTAT અરજી કરે તો કચ્છ જીલ્લામાં માત્ર 1 જ સૌથી વધુ વિધ્યાર્થી સંખ્યા વાળી જગ્યાજ ખોલવાની ભલેને ત્યાં મહેકમ મુજબ 100 જગ્યા ખાલી હોય તો પણ અને એ એક શાળા અરજી કરનાર HTAT મિત્રના ઘરથી 150 કીમી દુર હોય તો પણ લેવીજ પડે.)
૨) HTAT ને છુટા થવું હોય તો નજીકની શાળાના HTAT આચાર્યને જ ચાર્જ સોંપીને છુટા થઈ શકાય.
૩)મહેકમમાં બાલવાટીકાને બાદ કરી ધો-૧ થી ૮ ની સંખ્યા પર મહેકમ ગણ્યુંઆ અગત્યના નુકશાનકર્તા મુદ્દાઓ પર સંમતિ આપી આવ્યા છે
ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ, સૂચિત દ્વારા ઉપરોક્ત મુદ્દાઓના અનુસંધાને નીચે મુજબના સુધારાઓ કરવા માટે ધારદાર રીતે રુબરુ રજૂઆત કરેલ છે. 👇
૧) તમામ જીલ્લાઓમાં મહેકમ મુજબ ખાલી તમામ જગ્યાઓ સ્થળ પસંદગી માટે ખોલવી(દા.ત- કચ્છ જીલ્લામાં 100 જગ્યાઓ ખાલી છે અને 1 જ HTAT બદલી માટે અરજી કરે તો પણ તમામે તમામ 100 જગ્યાઓ પસંદગી માટે ખોલવી)
૨) HTAT ને છુટા થવાનું હોય તો શાળાના સીનીયર શિક્ષકને ચાર્જ આપીને છુટા થઈ શકશે.
૩) મહેકમ નક્કિ કરતા સમયે ધો-૧ થી ૮ ની સંખ્યાના સ્થાને બાલવાટીકા થી ધો-૮ ની સંખ્યાને ધ્યાનમાં લઈને HTAT નું મહેકમ ગણવું.
૪) હાલ જે HTAT મિત્રો જ્યા નોકરી કરે છે એ ત્યાંજ રહેશે (એ લોકો જ્યા સુધી સ્વૈચ્છાએ બદલી ના કરાવે ત્યા સુધી) એમને હાલના નક્કિ કરેલા મહેકમ માટેની સંખ્યાના રેશીયોની કોઈ અસર થશે નહી.
મિત્રો આ માત્ર અમુકજ મુદ્દાઓ છે જે ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ, સૂચિત ના ધ્યાનમા આવ્યા અને જેને માન્ય સંગઠનો સંમતિ આપી આવ્યા છે, પરંતુ આ તમામ મુદ્દાઓમાં ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)દ્વારા જે સુધારા માટે રજૂઆત કરેલ છે એ મુજબના જ બદલીના નીયમો આવશે એની અમને ખાત્રી છે.
ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ, સૂચિત