ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના કલ્યાણ અર્થે પૂજય મોરારીબાપુની વ્યાસપીઠે નિજાનંદ ફાર્મ, ગીફ્ટ સીટી નજીક, ફિરોજપુર (વલાદ) ગાંધીનગર ખાતે રામકથા ચાલી રહી છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો તા.૧૧/૫/૨૦૨૩ના પત્રથી જાહેર થઈ ગયા છે.
આ નિયમોમાં HTAT (મુખ્ય શિક્ષક)ની બદલી અંગેની કોઈ જોગવાઈ કરેલ નથી. જેથી ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં HTAT (મુખ્ય શિક્ષક) ભાઈબહેનો બદલીથી વંચિત રહેવા પામેલ છે. HTATના બદલીના નિયમો બનાવવામાં ઉપયોગી થઈ શકે તેવા લેખિતમાં સૂચનો સાથે દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રી તથા રાજ્ય હોદ્દેદારો અને જિલ્લા દીઠ બે HTAT (મુખ્ય શિક્ષકો) પ્રતિનિધિ તરીકે નીચે જણાવેલ સ્થળે/સમયે ઉપસ્થિત રહે તેવું આયોજન કરશો.

જેના આધારે સરકારશ્રીમાં રજૂઆત કરી શકાય અને વધુ સારા નિયમો થઈ શકે. શિક્ષકોના કલ્યાણ અર્થે રામકથા ચાલી રહી છે ત્યારે સવારે ૯-૦૦ થી ૧-૦૦ રામકથાનો લાભ અને કથા સ્થળે ભોજન/પ્રસાદ લઈ બપોરે ૩-૦૦ કલાકે ‘ચાણક્ય’ ભવન ખાતે યોજાનાર મીટીંગમાં ઉપસ્થિત રહેવા વિનંતી.