હાલ સમાજમાં સાયબર ક્રાઈમ એટલે કે ઈન્ટરનેટના માધ્યમથી નાણાંકીય ઊઠાંતરી, પર્સનલ માહિતી તથા ડેટાની ચોરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. નાગરિકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને અને તે અંગેની જાગૃતિ સૌમાં આવે, તે માટે ગુજરાત સરકારના ‘સાયબર ક્રાઈમ સેલ’ દ્વારા એક પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે.