📱 હવે ગેસ સિલિન્ડર બુક કરવો બન્યો વધુ સરળ, સીધો WhatsApp થી કરો બુકિંગ!
હવે લાંબી લાઈનમાં ઉભા રહેવાની કે કોલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ! હવે તમે તમારા ઘરના ગેસ સિલિન્ડરને સરળતાથી તમારા WhatsApp પરથી જ બુક કરાવી શકો છો. જાણો કેવી રીતે.
તમારી ગેસ એજન્સીનો WhatsApp નંબર સેવ કરો
Bharat Gas
1800224344
Indane Gas
7588888824
HP Gas
9222201122
સિલિન્ડર બુક કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
- તમારી ગેસ કંપનીનો ઉપર આપેલો નંબર તમારા ફોનમાં સેવ કરો અને WhatsApp ચેટ ખોલો.
- ચેટમાં ‘Hi’ લખીને મોકલો. તમને તરત જ એક ઓટો-રિપ્લાય મેસેજ મળશે.
- આપેલા વિકલ્પોમાંથી ‘Book Cylinder’ અથવા ‘Refill Booking’ નો વિકલ્પ પસંદ કરો.
- હવે તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ગ્રાહક આઈડી (Customer ID) દાખલ કરો.
- વિગતો કન્ફર્મ કરતા જ તમારો ગેસ સિલિન્ડર બુક થઈ જશે અને તમને તરત જ કન્ફર્મેશન મેસેજ મળી જશે.
આ સરળ સુવિધાથી તમે ગમે ત્યાંથી, ગમે ત્યારે તમારો ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો!