UDISE+ 2025-26 ડેટા એન્ટ્રી શરૂ: જાણો નવી ગાઈડલાઈન્સ અને મહત્વની તારીખો
સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેની UDISE+ (Unified District Information System for Education Plus) ડેટા એકત્રીકરણની કામગીરી માટે તારીખ ૦૭/૦૯/૨૦૨૫ ના રોજ એક વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યની પૂર્વ-પ્રાથમિકથી લઈને ધોરણ ૧૨ સુધીની તમામ શાળાઓ માટે આ માહિતી ભરવી ફરજિયાત છે અને તેની ગુણવત્તા રાજ્યના શૈક્ષણિક આયોજન અને રાષ્ટ્રીય રેન્કિંગ પર સીધી અસર કરે છે.
મહત્વની તારીખો (Deadline)
તમામ શાળાઓ અને અધિકારીઓએ નીચેની સમયમર્યાદા ખાસ ધ્યાનમાં રાખવી:
- ઓનલાઈન કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ: ૭ ઓક્ટોબર, ૨૦૨૫ (Profile & Facility, Teacher અને Student ત્રણેય મોડ્યુલ માટે).
- વિદ્યાર્થીઓના APAAR ID બનાવવાની છેલ્લી તારીખ: ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫.
આ વર્ષના મુખ્ય કાર્યો અને નવી ગાઈડલાઈન્સ
૧. વિદ્યાર્થી મોડ્યુલ (Student Module):
- નવી એન્ટ્રી કોની કરવી?: આ વર્ષે ફક્ત પૂર્વ-પ્રાથમિક (જુનિયર/સિનિયર કે.જી., બાળ વાટિકા) અને ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર એવા જ વિદ્યાર્થીઓની નવી એન્ટ્રી કરવાની છે જેમની અગાઉ ક્યારેય UDISE+ માં એન્ટ્રી થઈ નથી.
- LC લઈને આવેલા વિદ્યાર્થીઓ: અન્ય શાળામાંથી LC લઈને આવેલા વિદ્યાર્થીઓની નવી એન્ટ્રી કરવાની નથી, પરંતુ તેમને સિસ્ટમમાં IMPORT કરવાના રહેશે.
- APAAR ID: નવા દાખલ થયેલા અને જેમના APAAR ID બનેલ નથી તેવા તમામ વિદ્યાર્થીઓના ID ફરજિયાત બનાવવાના રહેશે.
- બાયોમેટ્રિક અપડેટ (MBU): ૫ થી ૧૫ વર્ષ અને ૧૫ વર્ષથી વધુના બાળકોની ફરજિયાત બાયોમેટ્રિક અપડેટની કામગીરી UIDAI સાથે સંકલન કરીને શાળા કક્ષાએ કેમ્પ યોજીને પૂર્ણ કરવાની રહેશે.
૨. શિક્ષક મોડ્યુલ (Teacher Module):
- આ વર્ષે શૈક્ષણિક સ્ટાફની સાથે બિન-શૈક્ષણિક અને વહીવટી સ્ટાફની પણ એન્ટ્રી કરવાની રહેશે.
- નવી નિમણૂક પામેલા શિક્ષકોની નવી એન્ટ્રી કરવાની રહેશે, જ્યારે અન્ય શાળામાંથી બદલી થઈને આવેલા શિક્ષકોને IMPORT કરવાના રહેશે.
શાળાઓ અને CRC/BRC કોઓર્ડિનેટરની જવાબદારીઓ
- માહિતી આપવી ફરજિયાત: RTE એક્ટ મુજબ દરેક શાળાએ UDISE+ માહિતી આપવી ફરજિયાત છે.
- CRC ની મુખ્ય જવાબદારી: પોતાના ક્લસ્ટરની તમામ શાળાઓ પાસેથી ૧૦૦% માહિતી મેળવવાની પ્રાથમિક જવાબદારી CRC કો.ઓ. ની રહેશે. તેમણે રૂબરૂ શાળાની મુલાકાત લઈ, આચાર્ય અને SMC સભ્યોની હાજરીમાં ડેટાની ચકાસણી કરી, સહી-સિક્કા વાળી હાર્ડ કોપી જમા લેવાની રહેશે.
- BRC ની જવાબદારી: પોતાના તાલુકાના તમામ CRC પાસેથી ૧૦૦% કામગીરીનું પ્રમાણપત્ર મેળવવું અને ૧૫% ફોર્મ જાતે તપાસવા.
- માહિતી ન આપનાર શાળા સામે કાર્યવાહી: જો કોઈ શાળા માહિતી આપવાનો ઇનકાર કરે, તો તેની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
UDISE+ ડેટાનો ઉપયોગ રાજ્યના શૈક્ષણિક બજેટ, યોજનાઓ, RTE પ્રવેશ, શિક્ષકોની ભરતી અને રાષ્ટ્રીય કક્ષાએ PGI રેન્કિંગ માટે થતો હોવાથી, આ કામગીરી ચોકસાઈપૂર્વક અને સમયસર પૂર્ણ કરવી અત્યંત આવશ્યક છે.