ભાવનગર જિલ્લા માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025-26 ની નવી તારીખો જાહેર
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), ભાવનગર દ્વારા તારીખ ૦૯-૦૯-૨૦૨૫ ના રોજ એક પરિપત્ર બહાર પાડીને, ભાવનગર જિલ્લા માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન) ૨૦૨૫-૨૬ ના આયોજન માટેની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લાઓ તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને, GCERT ના નવા આદેશ મુજબ આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લા માટેનું નવું સમયપત્રક
ભાવનગર જિલ્લાની શાળાઓ માટે CRC, BRC અને SVS કક્ષાના પ્રદર્શન નીચે મુજબની તારીખોએ યોજાશે:
- CRC કક્ષા: ૬ થી ૧૧ નવેમ્બર, ૨૦૨૫
- BRC કક્ષા: ૧૨ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫
- SVS કક્ષા: ૧૨ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫
આયોજન અંગે ખાસ સૂચના
પરિપત્રમાં એક મહત્વની નોંધ પણ આપવામાં આવી છે જે મુજબ:
”જેમની પાસે શક્ય હોય અને અનુકૂળતા હોય, તેઓ દિવાળી વેકેશન પહેલાં પણ આયોજન કરી શકશે.”

આમ, જે શાળાઓ કે સંકુલો વેકેશન પહેલા પ્રદર્શન યોજવા માંગે છે, તેમને તે માટેની છૂટ આપવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ, CRC/BRC કો-ઓર્ડીનેટર્સ અને SVS કન્વીનરશ્રીઓને આ નવી તારીખો અને સૂચના મુજબ પ્રદર્શનનું આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું છે.