શાળામાં આવતી વિવિધ ગ્રાન્ટ ની માહિતી
| અ.નં. | ગ્રાન્ટનું નામ | ગ્રાન્ટનો હેતુ/માપદંડ | મળવાપાત્ર ગ્રાન્ટની રકમ (₹) |
|---|---|---|---|
| 1 | સ્કૂલ કમ્પોઝિટ ગ્રાન્ટ (SMC) | શાળાની રજિસ્ટર સંખ્યાના આધારે. | ૧ થી ૩૦ વિદ્યાર્થી: ₹ ૧૦,૦૦૦ ૩૧ થી ૧૦૦ વિદ્યાર્થી: ₹ ૨૫,૦૦૦ ૧૦૦ થી ૨૫૦ વિદ્યાર્થી: ₹ ૫૦,૦૦૦ ૨૫૦ થી ૧૦૦૦ વિદ્યાર્થી: ₹ ૧,૦૦,૦૦૦ |
| 2 | યુથ અને ઈકો ક્લબ ગ્રાન્ટ (SMC) | શાળાની કેટેગરી મુજબ. | ધોરણ ૧ થી ૫ ની શાળા: ₹ ૩,૦૦૦ ધોરણ ૧ થી ૮ ની શાળા: ₹ ૫,૦૦૦ |
| 3 | સંગીતના સાધનો માટેની ગ્રાન્ટ | શાળાની પ્રી-પ્રાયમરીની સંખ્યાના આધારે. | ૧ થી ૬૦ વિદ્યાર્થી: ₹ ૧,૩૦૦ ૬૧ થી ૧૨૦ વિદ્યાર્થી: ₹ ૨,૬૦૦ ૧૨૧ થી ૧૮૦ વિદ્યાર્થી: ₹ ૩,૯૦૦ ૧૮૧ થી ૨૫૦ વિદ્યાર્થી: ₹ ૫,૨૦૦ ૨૫૦ થી વધુ વિદ્યાર્થી: ₹ ૬,૫૦૦ |
| 4 | SMC ટ્રેનિંગ ગ્રાન્ટ (ટેલિકોન્ફરન્સ) | શાળા વ્યવસ્થાપન સમિતિની તાલીમ માટે. | પ્રત્યેક SMC દીઠ દરેક તાલીમ માટે ₹ ૧,૦૦૦ |
| 5 | ટ્વીનિંગ (TWINING) ગ્રાન્ટ | એક શાળાની બીજી શાળા સાથે મુલાકાત, નિદર્શન અને પ્રવૃત્તિઓ માટે. | માત્ર ધોરણ ૬ થી ૮ ની શાળાને ₹ ૧,૦૦૦ |
| 6 | સ્વ-રક્ષણ તાલીમ ગ્રાન્ટ | કન્યાઓની સ્વ-રક્ષણ તાલીમ માટે. | માત્ર ધોરણ ૬ થી ૮ ની શાળાઓ માટે ₹ ૧૫,૦૦૦ |
| 7 | શાળા સેફ્ટી અને સિક્યુરિટી પ્રોગ્રામ ગ્રાન્ટ | શાળા આપત્તિ અને વ્યવસ્થાપન-શાળા સલામતી માટે. | ધોરણ ૧ થી ૫ ની શાળામાં: ₹ ૧,૦૦૦ ધોરણ ૬ થી ૮ ની શાળામાં: ₹ ૨,૦૦૦ |
| 8 | રમતગમત શિક્ષણ આયોજન ગ્રાન્ટ | રમતગમત શિક્ષણના આયોજન માટે. | ધોરણ ૧ થી ૮ ની તમામ શાળાઓને ₹ ૧,૦૦૦ |
| 9 | ઉજાસ ભણી ગ્રાન્ટ | ૫ મોડ્યુલની તાલીમ આપવા માટે. | ધોરણ ૬ થી ૮ ની શાળા માટે ₹ ૫,૦૦૦ |
| 10 | રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (ગણિત-વિજ્ઞાન ક્લબ) | ગણિત–વિજ્ઞાન ક્લબની પ્રવૃત્તિઓ માટે. | ધોરણ ૬ થી ૮ ની શાળા માટે ₹ ૩,૦૦૦ |
| 11 | ટ્રાન્સપોર્ટ / એસ્કોર્ટ સુવિધા ગ્રાન્ટ | જે શાળામાં આ સુવિધા ઉપલબ્ધ હોય તે શાળાને. | દરેક વિદ્યાર્થી દીઠ ₹ ૪૫૦ |
| 12 | રમતગમત સાધન સામગ્રી કિટ | રમતગમતના સાધનોની ખરીદી માટે. | ધોરણ ૧ થી ૫ ની શાળા: ₹ ૫,૦૦૦ ધોરણ ૬ થી ૮ ની શાળા: ₹ ૧૦,૦૦૦ માધ્યમિક/ઉ.મા.શાળા: ₹ ૨૫,૦૦૦ |
| 13 | શાળા બાંધકામ ગ્રાન્ટ | જરૂરિયાત મુજબ બાંધકામ (કમ્પાઉન્ડ વોલ, રૂમ, ટોયલેટ વગેરે). | સરકારશ્રીના ધારાધોરણ મુજબ |
| 14 | SMC મિટિંગ ગ્રાન્ટ | શાળા વ્યવસ્થાપન સમિતિની મિટિંગ માટે. | એક મિટિંગના ₹ ૩૦૦ |
| 15 | સ્લેટ અને સ્લેટ પેન ગ્રાન્ટ | ધોરણ ૧ અને ૨ માટે સ્લેટ અને સ્લેટ પેન ખરીદવા. | વિદ્યાર્થી દીઠ ₹ ૮૫ |