જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર ભરતી ની જાહેરાત ( પ્રાથમિક)

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)* અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

 

ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.

 

ઉમેદવારે https://pregyansahayak.ssagujarat.org/ વેબસાઇટ પર જઇ ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા ધ્યાનથી વાંચવી જરૂરી છે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

 

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

 

ઓન-લાઇન અરજી કરવાની તારીખઃ ૧૯/૦૮/૨૦૨૫ (૧૪:૦૦ કલાક થી શરૂ)

 

ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૨૬/૦૮/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)

 

Updated: August 14, 2025 — 7:17 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *