રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –

 

રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે

 

રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાળકોને 30 પ્રકારના સ્પોર્ટ્સના સાધાનો આગામી દિવસોમાં આપવામાં આવશે. બે વર્ષ પહેલા જ સરકારે સ્કૂલોને સાધનોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવી હતી ત્યારબાદ હવે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્પોર્ટસના સાધોની ખરીદી માટેનું ટેન્ડર બહાર પાડ્યું હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ રાજ્યમાં હાલમાં 7 હજાર જેટલી સરકારી સ્કૂલોમાં મેદાન જ ન હોવાની વિગતો વિપક્ષ દ્વારા જાહેર કરાઈ હતી. આ સ્થિતિમાં મેદાન વગરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસના સાધનો મળશે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા 2022માં તમામ સરકારી સ્કૂલોને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપી હતી. પ્રાથમિક શાળામાં રૂ.5 હજાર, ઉચ્ચતર પ્રાથમિકમાં રૂ. 10 હજાર, માધ્યમિકમાં રૂ. 25 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ રૂ. 25 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં ધોરણ મુજબના સ્પોર્ટસના સાધનોની યાદી અને તેની અંદાજે કિંમત પણ જાહેર કરવામાં આવી હતી. સૌથી વધુ બનાસકાંઠા અને કચ્છમાં રૂ. 2 કરોડથી વધુની ગ્રાન્ટ ફળવાઈ હતી. ત્યારબાદ 2023માં સંગીતના સાધનો માટે સ્કૂલોને ગ્રાન્ટની ફાળવણી કરવામાં

એક બાજુ સ્કૂલોમાં મેદાન નથી ત્યારે સ્પોર્ટસ કિટના ઉપયોગ સામે પણ સવાલો

સ્કૂલોને રમત-ગમતના કયા કયા સાધનો અપાશે

રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં જે રમત-ગમતના સાધનો આપવાના છે તે નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ 30 જેટલા સાધનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં કેરમ બોર્ડ, ક્રિકેટ બેટ, બેડમિન્ટન, શટલ કોક, ફૂટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જવેલીન, ચેસ સેટ, સ્કિપીંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેનાકાઆટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ સોફ્ટ, ટેનિસ બોલ હાર્ડ, સ્ટોપ વોચ, હેન્ડ પંપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે હવે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા રાજ્યની સરકારી સ્કૂલો માટે સ્પોર્ટસના સાધનો આપવાનું નક્કી કર્યું છે. આ માટે રાજ્યકક્ષાએ ટેન્ડર બહાર પાડી સ્કૂલોને સ્પોર્ટસના સાધનો આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જેમાં વિદ્યાર્થીઓની

તૈયાર કરીને સ્કૂલોને મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અગાઉ સ્કૂલોને સીધી ગ્રાન્ટ અપાતી હોવાથી આચાર્ય દ્વારા સાધનોની ખરીદી કરવામાં આવતી ન હોવાન આક્ષેપ થયા હતા. જોકે, હવે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા જ સીધી ખરીદી કરી સાધનો

Updated: July 7, 2025 — 8:31 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *