નિવૃતિ ની ગ્રેજ્યુઈટી મર્યાદા માં વધારો કરવા બાબત

નિવૃત્ત/મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવા બાબત.

 

સરકારશ્રીના નાણાં વિભાગના તા. ૧૫/૧૦/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક: PGR-102016-7-Pay Cell થી થયેલ ઠરાવ અન્વયે કેન્દ્રિય સાતમાં પગારપંચની ભલામણો તથા કેન્દ્ર સરકારશ્રીના તા. ૨૫/૦૭/૨૦૧૬ ના ઠરાવ અને જાહેરનામાંને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રી દ્વારા સાતમાં પગારપંચના પગાર સુધારણા અન્વયે તા. ૦૧/૦૧/૨૦૧૬ કે ત્યારબાદ નિવૃત્ત થયેલ/અવસાન પામેલ કર્મચારીશ્રીઓને પેન્શન બાંધણી/સુધારણા કે અન્ય નિવૃત્તિ લાભો અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે.

 

સદરહું ઠરાવના પેરા – ૬ માં ” નિવૃત્ત/મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી” ની જોગવાઈ કરવામાં આવેલ છે. જેના ક્લોઝ (૨) માં નીચે મુજબ જણાવેલ છે: “ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહતમ મર્યાદા ૨૦.૦૦ લાખ રહેશે. ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) ના નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮૧ તથા નાણાં વિભાગનાતા. ૧૩/૦૪/૨૦૦૯ ના ઠરાવની જોગવાઈઓ ઉક્ત ઠરાવની જોગવાઈઓ મુજબ વિસ્તરેલી રહેશે.

” પરંતુ સરકારશ્રીના નાણાં વિભાગના તા. ૩૦/૧૧/૨૦૨૪ ના ઠરાવ ક્રમાંક: પગર/૧૦૨૦૧૬ /ઓ-૪૬૧/પગાર એકમ (પી) ના ઠરાવથી, ભારત સરકારશ્રીના તા. ૩૦/૦૫/૨૦૨૪ ના ઓફીસ મેમોરેન્ડમથી સાતમાં કેન્દ્રિય પગારપંચની ભલામણો અન્વયે તા. ૦૧/૦૧/૨૦૨૪ થી નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫% નો વધારો કરીને રૂ!. ૨૫.૦૦ લાખ કરેલ છે. વધુમાં, સરકારશ્રીના નાણાં વિભાગના તા. ૧૫/૧૦/૨૦૧૬ ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રાખેલ છે.

જેથી અત્રેની કચેરી હસ્તકની બિન સરકારી અનુદાનિત કોલેજો (તમામ), ગ્રામ વિદ્યાપીઠો & સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના જી.પી.એફ. યોજનામાં સમાવિષ્ઠ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીશ્રીઓ કે જેઓ તા. ૦૧/૦૧/૨૦૨૪ કે ત્યારબાદ નિવૃત્ત/અવસાન પામેલ હોય અને જેઓને રૂ. ૨૦.૦૦ લાખ ગ્રેજ્યુઈટી મળેલ હોય અને તેઓને ૨૫.૦૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઈટી મળવાપાત્ર થતી હોય તો તેઓની નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદા રૂ!. ૨૦.૦૦ લાખથી વધારીને રૂ!. ૨૫.૦૦ લાખ મુજબ મંજૂર કરવા આ સાથે સામેલ ચેકલીસ્ટ મુજબની દરખાસ્ત તૈયાર કરી અત્રેની પેન્શન શાખા ખાતે રજૂ કરવા આથી જણાવવામાં આવે છે.

Updated: June 20, 2025 — 2:16 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *