રાજ્યની શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા બાબત

 

प्रति,

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી

જિલ્લા: તમામ.

प्रति,

જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી

જિલ્લા: તમામ

શાસનાધિકારીશ્રી: અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા.

વિષય: રાજ્યની શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા બાબત.

 

સંદર્ભ: સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકારના પત્ર ક્રમાંક: GAD/MSM/e-file/1/2025/1839/GH (Protocol)-Section, 11.07/05/2025.

 

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ની ઉજવણી માટે સામાન્ય વહીવટ વિભાગના તા.26/03/2025બ સંદર્ભ દર્શિત સમાન ક્રમાંકના ઠરાવથી એક સ્ટીયરીંગ કમિટીનું ગઠન થયેલ, જેની પ્રથમ બેઠકનું આયોજન તા. 15/04/2025ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી તથા સ્ટીયરીંગ કમિટીના ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં થયેલ.

 

,

ઉક્ત બેઠકની કાર્યવાહી નોંધ અન્વયે સ્ટીયરીંગ કમિટીના ચરમેનશ્રી તથા સભ્યશ્રીઓ દ્વારા થયેલ ચર્ચા મુજબ વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવાના સૂચન થયેલ હોઈ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘જંક ફૂડને જાકારો’ વિષય પર નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાની સૂચના આપવામાં આવેલ છે.

ઉપરોક્ત બાબતને ધ્યાને લઇ આપના તાબા હેઠળની તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘જંક ફૂડને જાકારો’ વિષય પર નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન તા.30/06/2025ને શનિવારના રોજ કરવામાં આવે તે બાબતના જરૂરી આદેશ આપની કક્ષાએથી કરવા જણાવવામાં આવે છે. સ્પર્ધા પૂર્ણ થયે તમામ જિલ્લાઓએ પોતાના જિલ્લાના ફોટોગ્રાફસ સાથેના અહેવાલ દિન-3(ત્રણ)માં અત્રેની કચેરીને મોકલી આપવાના રહેશે.

Updated: June 17, 2025 — 6:04 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *