રાજયભરની શાળાઓમાં હવે જુલાઈમાં બાળમેળો અને લાઇફસ્કીલ મેળો યોજાશે

નવી શિક્ષણ નીતિઃ બેગલેસ દિવસોનો GCERTનો પરિપત્ર,રાજ્યભરની સ્કૂલોમાં હવે જુલાઈમાં બાળમેળો, લાઈફ સ્કિલ મેળો યોજાશે,CRC, BRC, ડાયટ લેક્ચરર, ડાયટ પ્રાચાર્ય, DEOને મોનિટરિંગની તાકીદ

 

નવી શિક્ષણ નીતિમાં બેગલેસ દિવસોની ભલામણ કરવામાં આવી છે, જેના ભાગરૂપે જુલાઈ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં રાજ્યની સ્કૂલોમાં બાળમેળો અને લાઇફ સ્કિલ મેળાનું આયોજન કરવા GCERTએ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. બાળમેળા અને લાઈફ સ્કીલ મેળા યોજાય ત્યારે પ્રવૃત્તિનું મહત્ત્વ વધે તે હેતુસર CRC, BRC, ડાયટ લેક્ચરર, ડાયટ પ્રાચાર્ય, DEO, DPEOને મોનિટરિંગ કરવા તાકીદ કરાઈ છે.

NEPમાં કરેલી ભલામણો મુજબ, કલા, રમત-ગમત અને વ્યવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની

સંવર્ધન પ્રવૃત્તિઓને અભ્યાસક્રમમાં સ્થાન મળે તેમજ કલા, ક્વિઝ, રમત-ગમત અને વ્યવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ બેગલેસ દિવસના ભાગ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ-૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે બાળમેળા અને ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવા માટે જણાવાયું હતું. બાળમેળા અને

લાઇફ સ્કીલ મેળા ૧ જુલાઈથી ૧૫ જુલાઈ દરમિયાન એક દિવસ બાળમેળો અને એક દિવસ લાઈફ સ્કીલ મેળો એમ કોઈ પણ બે દિવસ દરમિયાન આયોજન કરવા માટે આદેશ અપાયો છે. બાળમેળા અને લાઈફ સ્કિલ મેળા આયોજન માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ પણ બહરા પાડી છે, જેમાં લાઈફ સ્કીલ મેળા માટેની સૂચિત પ્રવૃત્તિઓની યાદીમાં ટેકનોલોજી અને વર્તમાન સમયને અનુરૂપ પ્રવૃત્તિઓની સમાવેશ કરવાનો રહેશે. જેમ કે, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ, G-Shalaનો ઉપયોગ, કમ્પ્યુટર ટાઇ પીંગ, ડિઝાઈનીંગ, પ્રેઝન્ટેશન તૈયાર કરવું વગેરે તથા શાળા કક્ષાએથી અન્ય પ્રવૃત્તિઓ પણ ઉમેરી શકાશે.

Updated: June 17, 2025 — 7:56 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *