પહેલી જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ થઇ શકે આઠમું પગારપંચ
નવી દિલ્હી, તા. ૭ : સરકાર તરફથી આઠમાં પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૬થી આઠમું પગાર પંચ લાગુ થઈ જશે. આ લાગુ થવાની સાથે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થશે. અહેવાલો અનુસાર સરકાર તરફથી ફિટમેન્ટ ફેક્ટર ૨.૮૬ રહી શકે છે. પાછલા પગારપંચમાં તે ૨.૫૭ હતું. જો ફિટમેન્ટ ફેક્ટર ૨.૮૬ રહી છે તો મિનિમમ પગાર ૧૮૦૦૦ રૂપિયાથી વધી ૫૧૪૮૦ રૂપિયા થઈ જશે. તો પેન્શન ૯૦૦૦ રૂપિયાથી વધી ૨૫૭૪૦ રૂપિયા થઈ જશે.
અલગ-અલગ ગ્રેડ પેના કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ અલગ- કેન્દ્ર સરકાર રચના કરી શકે છે : કેટલો વધારો કરવો તેની ભલામણ કરાશે

અલગ પગાર મળશે. લેવલ ત્રણ પર વર્તમાન સમયમાં ૫૭૪૫૬ રૂપિયા પગાર મળે છે. જે વધીને ૭૫૮૪૫ રૂપિયા થઈ શકે છે. તો લેવલ ૬ના કર્મચારીઓનો પગાર ૯૩૭૦૮ રૂપિયાથી વધી ૧.૨ લાખ થઈ શકે છે.