સરકારી શાળાઓમાં S.M.C. પુનઃ રચના કરવા બાબતના સમાચાર

રાજ્યની સરકારી સ્કૂલોમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC SMDC) ની પુનઃ રચના અને સમિતિના સભ્યોની ભાગીદારી થકી ગુણવત્તાયુક્ત શિક્ષણમાં યોગદાનને લઈને સોમવારના રોજ મુખ્યમંત્રી દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. સવારે 9 વાગ્યાથી 9.50 વાગ્યા દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે. શાળા વ્યવસ્થાપન સમિતિની દર બે વર્ષે પુનઃ રચના કરવાની થતી હોય છે. ઉપરાંત રચના થયા બાદ દર 3 મહિને સમિતિની બેઠક બોલાવવાની હોય છે. આ સમિતિમાં 12 પૈકી 9 સભ્યો વાલી હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની સરકારી સ્કૂલોમાં શાળા વ્યવસ્થાપન

સમિતિ (SMC-SMDC) સાથે સોમવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંવાદ કાર્યક્રમ યોજાશે. સરકારી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃ રચના અને સામાજિક ભાગીદારી થકી વાલીઓના પ્રતિનિધિત્વ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણમાં યોગદાનને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની તમામ સ્કૂલોના સમિતિના સભ્યોને માર્ગદર્શન અપાશે.

 

રાજ્યની સરકારી શાળાઓમાં શાળા વ્યસ્થાપન સમિતિ બનાવવામાં આવતી હોય છે. જેમાં 12 સભ્યો પૈકી 9 સભ્યો વાલીઓ હોય છે. જ્યારે એક સભ્ય સ્થાનિક સત્તામંડળમાંથી ચૂંટાયેલા હોય છે. આ ઉપરાંત શાળાના શિક્ષક 1, શિક્ષણવિદ 1, શાળાના આચાર્ય સભ્ય

સચિવ હોય છે. શાળા વ્યવસ્થાપન સમિતિમાં 50 ટકા સભ્યો મહિલા હોય છે અને પ્રોમિનન્ટ સભ્યમાં પણ મહિલા સભ્ય હોય છે. સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માતા-પિતામાંથી રહે છે. દર બે વર્ષે શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃ રચના કરવામાં આવે છે. સમિતિની પુનઃ રચના માટે વાલી મીટિંગ બોલાવી પુનઃ રચના કરવામાં આવે છે. આ સમિતિની મીટિંગ દર 3 માસમાં એક વખત બોલાવવાની હોય છે.

સ્કૂલોના સંચાલનમાં શાળા વ્યવસ્થાપન સમિતિનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન હોય છે. સમિતિ દ્વારા શાળામાં બાળકોની હાજરી અને નામાંકન સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાની યોગ્ય દેખરેખ, વહીવટમાં પારદર્શિતા, સ્થાનિક સ્તરે શાળા-બાળકોની સમસ્યાઓને વાચા આપી ઉકેલ લાવવા, શાળા વિકાસની યોજના બનાવવા, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સમિતિએ સક્રિય ભાગ ભજવવાનો હોય છે.

Updated: April 28, 2025 — 6:11 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *