ઉપર્યુક્ત વિષય પરત્વેના સંદર્ભદર્શિત પત્ર અન્વયે રાજયની તા.૧-૪-૨૦૨૨ થી તા.૩૧-૩-૨૦૨૫ સુધી મુદત પુર્ણ થતી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, વિસર્જન થયેલ ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણી, વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતો, અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અને અગાઉ કોઈ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ બેઠકોમાં ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની પૂર્વ તૈયારી કરવા માટે કાર્યવાહી કરવા અત્રેના તા.૨૯-૧૧-૨૦૨૪ ના પત્રથી જણાવવામાં આવેલ છે.

