આજથી બાલવાટિકા થી ધોરણ 2 સુધીના બાળકો માટે મૂલ્યાંકન શરૂ થશે

જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ઉપકરણ રાજ્યના તમામ ડાયેટ દ્વારા તેમના જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી મારફતે શાળાઓ સુધી સોફ્ટ કોપી- ઇમેઇલમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે.

શિક્ષણાધિકારી/જિલ્લા

ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકામાં તા. 01 માર્ચ, 2025 ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કૉ, તેમજ સી.આર.સી.કૉ.ને આ શૈક્ષણિક સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરવાના રહેશે.

તા. 01 માર્ચ, 2025ના રોજ જિલ્લા કક્ષાએથી ઉપકરણ શાળાઓને સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે.

આ સર્વે તા. તા. 03 માર્ચ 2025 થી 21 માર્ચ 2025ના સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે તેમજ આ સર્વેની ડેટા એન્ટ્રી તા. 31 માર્ચ, 2025ના સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

ડેટા એન્ટ્રી કરવા માટેની પ્રક્રિયાની સૂચના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.

Updated: March 3, 2025 — 11:19 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *