જિલ્લાફેર બદલી પામેલ શિક્ષકોને છુટા કરવા બાબત.

જય ભારત સહ ઉપરોકત વિષય અને સંદર્ભે આપ સાહેબશ્રીને સવિનય લખી જણાવવાનું કે, ગત તા-૧૩/૧૨/૨૦૨૪ ના રોજ ઓનલાઇન જીલ્લાફેર બદલીનો પ્રથમ તબક્કો પુર્ણ થયો હતો.નિયામક શ્રીના તા-૧૧/૦૫/૨૦૨૩ ના પરિપત્ર પ્રમાણે આ તારીખના બદલી પામેલ શિક્ષકોને સાત દિવસ ની અંદર શાળામાં ૫૦% મહેકમ રાખીને છુટા કરવાની જોગવાઇ છે.

 

પરંતુ આપણે કચ્છમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ઠરાવ કર્યો કે જ્યા સુઘી નવી ભરતી ન થાય ત્યા સુધી કોઇ પણ બદલી પામેલ શિક્ષકને છુટા ન કરવા.આ બાબતે ગત તા-૨૩/૧૨/૨૦૨૪ ના રોજ અને ત્યારબાદ પણ બે વખત આપને રુબરુ મળી અમોએ રજુઆત કરેલી કે બદલી પામેલા શિક્ષકોને નિયમોનુસાર છુટા કરવામા આવે ત્યારે આપ સાહેબ અને સમિતિના તમામ સભ્યો દ્વારા અમારાં શિક્ષકોને એવુ આશ્વાસન આપેલ કે ભરતીની પ્રક્રિયા જે દિવસે શરૂ કરવામાં આવશે તે જ દિવસે તમામ શિક્ષકોને છુટ્ટા કરવામાં આવશે તો ફરીવાર અમારી નમ્રતા પૂર્વક એવી રજુઆત છે કે બદલી થયેલ શિક્ષકોમાથી છુટા થવા પાત્ર શિક્ષકોને નિયમોનુસાર છુટા કરવામા આવે.

હાલ ચાર શિક્ષકોના માતા-પિતાનું અવસાન થયેલ છે અને એક શિક્ષિકા જેનું ત્રણ માસનું નાનું બાળક હતું તે પણ અવસાન પામ્યા છે. ત્યારે માનવતા બતાવી જલ્દી છુટ્ટા કરવામાં આવે એવી માંગણી છે.

Updated: February 22, 2025 — 7:28 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *