ધો. ૧૦ – ૧૨ ઉત્તરવહી મૂલ્યાંકન ૧૭ માર્ચથી શરૂ કરવા શિક્ષક સંઘની માંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મીથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા પૂરી થાય તેની સાથે જ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે. આગામી 13 અને 14મી માર્ચના રોજ હોળી-ધુળેટીનો તહેવાર છે ત્યારે 15મી પછી જ મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવે તેવી માગણી શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે.

 

પરીક્ષાનો પ્રારંભ આગામી 27મી ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે. આ પરીક્ષા આગામી 17મી માર્ચ સુધી ચાલશે. પરીક્ષા પૂરી થાય તે પહેલા જ 14મી માર્ચથી ઉત્તરવહી ચકાસણીનો પ્રારંભકરી દેવામાં આવતો હોય છે. મહત્વની વાત એ કે, આગામી 13 અને 14મી માર્ચના રોજ હોળી-ધુળેટીનો તહેવાર છે ત્યારે શિક્ષક સંઘ દ્વારા બોર્ડ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી છે કે, હોળી નિમિત્તે જાહેર રજાઓ આવતી હોવાથી ઉત્તરવહી ચકાસણીનો પ્રારંભ 17મી માર્ચથી જ કરવામાં આવે તો શિક્ષકો માટે અનુકુળ રહે તેમ છે. શિક્ષક સંઘ દ્વારા કરાયેલી રજૂઆતની સામે કેટલાક શિક્ષક અને નિષ્ણાંતો એવું કહે છે ३, उत्तरवडी मूल्यांऽन ચાર દિવસ મોડું શરૂ

થાય તો પરિણામ જાહેર કરવામાં પણ વિલંબ થઇ શકે તેમ છે. સંઘ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, શિક્ષકો વતનથી દૂર રહેતા હોય તેવી સ્થિતિમાં મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવે તો શિક્ષકો તહેવારમાં પણ પરિવાર પાસે જઈ ન શકે તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે.

Updated: February 22, 2025 — 9:04 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *