સવિનય ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષણ મંત્રાલય-ભારત સરકારના તા. ૦૬/૦૨/૨૦૨૫ના પત્ર અન્વયે તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ને આંર્તરાષ્ટ્રિય માતૃભાષા દિવસ તરીકે ઉજવણી અંગે સુચન કરેલ છે. જે અન્વયે આપની કક્ષાએથી તમામ શાળાઓને / જિલ્લામાં આવેલ પ્રશિક્ષણ સંસ્થાઓને ૨૧ ફેબ્રુઆરી,૨૦૨૫ને આર્તરાષ્ટ્રિય માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવા જાણ કરશો.

જેમાં વાલીઓ માટે માતૃભાષાના માધ્યમથી શિક્ષણ વિશે કાર્યશાળાઓ યોજવી, માતૃભાષાના માધ્યમથી વિધાર્થીની અભિવ્યક્તિની ક્ષમતામાં વધારો થાય છે તે અંગે ચર્ચા કરવામાં આવે. જેથી બાળકોમાં અભિવ્યક્તિમાં વધારો થાય. પોતાના ઘરે માતૃભાષામાં ચર્ચા કરવા પ્રેરિત થાય, માતૃભાષામાં પુસ્તકોનું વાચન કરે અને બીજી ભાષાઓની લીપી પણ ઓળખી શકે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવે તે અપેક્ષિત છે.