મતદાન કેન્દ્રો હોય તેવી શાળાઓ દ્વારા પાછળથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર હોય તેવી સ્કૂલોમાં મતદાન પછી એકમ કસોટી લેવામાં આવશે
રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ચૂંટણીની અસર હોય તેવી શાળાઓમાં એક દિવસ પહેલા શનિવારના રોજ લેવાનારી એકમ કસોટી પછીથી લેવામાં આવશે. રાજ્યની અનેક શાળાઓમાં મતદાન માટે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે અને આ કેન્દ્રો પર એક દિવસ પહેલાથી જ મતદાનને લગતી કામગીરી થતી હોવાના પગલે એકમ કસોટી પછી લેવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શિક્ષકોને ચૂંટણીની કામગીરીમાં મોકલવામાં આવ્યા હોવાથી તેમની શાળાઓમાં પણ એકમ કસોટી લેવાનો પ્રશ્ન હોવાથી આવી શાળાઓમાં પણ મતદાન પછી એકમ કસોટીનું

રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 15 ફેબ્રુઆરી, શનિવારના રોજ નિર્ધારિત કાર્યક્રમ મુજબ એકમ કસોટી યોજાનાર છે. શિક્ષણ વિભાગ દ્વારા વર્ષની શરૂઆતમાં જ સમગ્ર વર્ષ દરમિયાન લેવાનારી એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે અનુસાર શનિવારના રોજ એકમ ક્સોટીનું આયોજન કરવામાં આવે છે. જોકે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા સામાન્ય તથા જિલ્લા, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે 16
ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. મતદાનને લઈને ચૂંટણી ફરજ ઉપર
રોકાયેલા સ્ટાફને 15 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી રીસીવિંગ તથા ડિસ્પેચિંગ સેન્ટર ઉપર ઇવીએમ સહિત અન્ય સામગ્રી લેવા માટે જવાનું હોય છે. જેથી શાળાઓમાંથી શિક્ષકોના મોટા પ્રમાણમાં ચૂંટણી કામગીરીના ઓર્ડર હોવાના કારણે તેઓ સતત બે દિવસ સુધી ચૂંટણીની કામગીરીમાં અટવાયેલા રહેશે. આ દરમિયાન શનિવારના રોજ એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ચૂંટણીના કારણે એકમ કસોટી લેવી પ્રતિકુળ ન હોવાનું જણાતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા GCERTના નિયામકને પત્ર લખીને રજૂઆત કરી હતી.