શિક્ષકોના પગાર ધોરણ બાબત ગુજરાત હાઈકોર્ટેના ચુકાદાનો અમલ કરવા બાબત શિક્ષણ વિભાગ – ગુજરાત સરકાર
વર્ષ-૧૯૯૯-૨૦૦૦માં બિનસરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક( શિક્ષણ સહાયક)તરીકે પ્રથમ નિમણૂક પામેલ અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ નિયમોનુસાર પાંચ વર્ષ તારીખ ૦૧/૦૧/૨૦૦૬ના પહેલા(ફીક્સ પેનો સમયગાળો પાંચ વર્ષનો)પૂર્ણ થયેલ હોય અને નિયમિત પગારધોરણમાં મદદનીશ શિક્ષક તરીકે નિયુકત થયેલ અને પૂરા પગારમાં ફરજ બજાવતા શિક્ષકોને ૩.૧૦૨૩૦/- બેઝિક પગાર નક્કી કરવામાં આવેલ છે અને તારીખ ૦૧/૦૧/૨૦૦૬ પછી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક( શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલ અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ નિયમોનુસાર પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ નિયમિત પગારધોરણમાં મદદનીશ શિક્ષક તરીકે નિયુકત થયેલ શિક્ષકોને નાણાં વિભાગના વંચાણે લીધા ક્રમાંક (૪) સામેના તારીખ ૧૪/૯/૨૦૧૧ના ઠરાવ મુજબ પગાર બાંધણી કરી રૂ.૧૦૮૧૦/- બેઝિક પગાર નક્કી કરવામાં આવેલ. આથી સીનિયર શિક્ષક (તારીખ ૦૧/૦૧/૨૦૦૬ પહેલાના)કરતા જુનીયર શિક્ષક (તારીખ ૦૧/૦૧/૨૦૦૬ પછીના) શિક્ષકોના પગાર વધી જવાથી સિનિયર શિક્ષકોનો નિયત થયેલ એન્ટ્રી લેવલ પે (શરૂઆતનો પગાર)મુજબ પગાર વધી જાય છે
.
નામ.ગુજરાત હાઇકોર્ટ દ્વારા S.C.A No. 18635/2023 દાખલ પીટીશનરોએ સીધી ભરતીથી ફીક્સ પગારથી નિમણૂક મેળવેલ છે અને તેઓની ફીક્સ પગારની સેવાઓ તારીખ ૧/૧/૨૦૦૬ પહેલાં નિયમિત પગાર ધોરણમાં નિમણૂક મેળવેલ હોઈ તેમનો તારીખ ૧/૧/૨૦૦૬થી પગાર રૂ. ૧૦૨૩૦, ગ્રેડ પે ૪૪૦૦ નિયત થયેલ હતો. જ્યારે તારીખ ૧/૧/૨૦૦૬ બાદ નિયમિત નિમણૂક મેળવનાર તથા સીધી ભરતીથી આવનાર કર્મચારીઓને નાણા વિભાગના તારીખ ૧૪/૯/૨૦૧૧ ના ઠરાવ મુજબ એન્ટ્રી લેવલ પે નો લાભઆપતા પગાર રૂ. ૧૦૮૧૦, ગ્રેડ પે-૪૪૦૦ નિયત કરવામાં આવેલ છે.