વિષય: પરખ રાષ્ટ્રીય ૨૦૨૪ (NAS- National Achievement Survey) પૂર્વતૈયારીના ભાગરૂપે BISAG પ્રસારણ નિહાળવા બાબત…
જયભારત સહ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે NAS(National Achievement Survey) એ રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવતો મોટા પાયાનો શૈક્ષણિક સિદ્ધિ સર્વે છે. આ સર્વે નિયત વર્ષે જુદા જુદા * ધોરણોના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે. ભારત સરકારના MoE(Ministry of Education) દ્વારા રાષ્ટ્રના પસંદગીના જિલ્લાઓની પસંદગીની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, ખાનગી શાળા અને સેન્ટ્રલ શાળાઓના પસંદગીના ધોરણના વિદ્યાર્થીઓના વિષયોની શૈક્ષણિક સિદ્ધિ જાણવાનો સંશોધનાત્મક પ્રયાસ કરવામાં આવે છે.
પરખ – રાષ્ટ્રીય ૨૦૨૪ (NAS) સંભવતઃ 03 ડીસેમ્બર 2024 ના રોજ ધોરણ 3,6 અને ધોરણ 9 માં યોજવામાં આવનાર છે.

નવેમ્બર માસમાં યોજાનાર NAS માં વધુ સારું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓને વધુ મહાવરો કરાવી શકાય તે માટે BISAG મારફતે ધોરણ 3, 6 અને 9ના વિવિધ વિષયોનું અધ્યાપન NASને ધ્યાને લઈને કઈ રીતે કરાવવું, પ્રશ્નોનો મહાવરો કેવી રીતે કરાવવો, વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ સીધે સીધા ન આપી દેતા તેની પ્રક્રિયા કેવી રીતે કરી સાચા જવાબ સુધી જવું તેની સમજ આપવામાં આવનાર છે. વર્ગખંડમાં વિષય શિક્ષકશ્રી આ રીતે જ વિવિધ વિષયોનું અધ્યાપન કાર્ય કરાવે તે ઇચ્છનીય છે. વિદ્યાર્થીઓને આવાં પ્રકારના પ્રશ્નો તેમજ અગાઉ લેવાયેલ NAS અને GASના પ્રશ્નોનો વધુમાં વધુ મહાવરો કરાવવાનો રહેશે. આ પ્રકારના પ્રશ્નોની પ્રશ્નબેંક GCERTની વેબસાઈટ પર મૂકવામાં
આવેલ છે. આ સાથે નીચે દર્શાવેલ સમયપત્રક મુજબ લાગુ પડતા ધોરણના વિષય શિક્ષકશ્રીઓ આ પ્રસારણ નિહાળે તે બાબતે આપની તાબાની શાળાને જાણ કરવા વિનંતી.