7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જૂલાઈ 2024 થી અમલમાં આવનાર મોંઘવારી ભથ્થા (DA Hike) તારીખ કન્ફર્મ થઇ ગઇ છે. સપ્ટેમ્બરના અંતમાં તેની જાહેરાત થવાની સંભાવના છે. ડીએમાં 3 ટકાના વધારાની આશા છએ. જેનો લાભ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને થશે. મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય AICPI-IW ઇન્ડેક્સ (All India Consumer Price Index for Industrial Workers) ના ડેટા પર આધારિત છે. જાન્યુઆરીથી જૂન 2024ના AICPI ડેટા અનુસાર, જૂનમાં ઇન્ડેક્સમાં 1.5 પોઇન્ટનો વધારો નોંધવામાં આવ્યો હતો. આના કારણે ડીએની ગણતરીમાં ત્રણ ટકાનો વધારો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના જાન્યુઆરીથી જૂન 2024ના ડેટા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. જૂન 2024ના ડેટા અનુસાર, AICPI ઇન્ડેક્સ 141.4 પર પહોંચ્યો હતો, જે મે મહિનામાં 139.9 હતો. આનાથી સ્પષ્ટ છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે.
મોંઘવારી ભથ્થું ક્યારે જાહેર થશે?
મોંઘવારી ભથ્થામાં વધારો સપ્ટેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે, પરંતુ તેનો અમલ જુલાઈ 2024થી કરવામાં આવશે. આ ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવી શકે છે. જેમાં જૂલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બાકી રૂપિયા પણ સામેલ હશે.
ડીએ વધારા સાથે એરિયસની ચૂકવણી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 3 મહિના (જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર)નું ડીએ એરિયર્સ મળશે. અત્યાર સુધી 50 ટકા ડીએ આપવામાં આવતું હતું, જે હવે વધારીને 53 ટકા કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે આ એક મોટી રાહત છે, કારણ કે વધતી જતી મોંઘવારીના યુગમાં ડીએ વધારો તેમના નાણાકીય બોજને અમુક અંશે ઘટાડશે.
for More visit https://gujarati.abplive.com/news/business/good-news-for-central-employees-dearness-allowance-will-increase-91045