પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ સામે આવ્યું છે. IPS હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે.
