ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અન્વયે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NEP-2020ના ચાર વર્ષ પૂર્ણતાની ઉજવણી તારીખ- 22 થી 28 જુલાઈ સમગ્ર દેશમાં “શિક્ષા સપ્તાહ” તરીકે કરવામાં આવેલ. “શિક્ષા સપ્તાહ”ની ઉજવણી દરમ્યાન Mission Life & lico Club ની પ્રવૃતિમાં “એક પેડ માં કે નામ” પહેલ હેઠળ વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવામાં આવેલ. સંદર્ભ દર્શિત પત્ર અન્વયે શાળા અને શાળાની આસપાસમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી 18,76,105 વૃક્ષારોપણના સૂચિત લક્ષ્યને હાંસલ કરવા સુચારૂ આયોજન કરવા સબંધિતને જાણ કરવી વૃક્ષારોપણની સંખ્યા બીઆરસી દ્વારા તેઓના ગ્રુપમાં મુકવામાં આવેલ લીંકમાં વૃક્ષારોપણની સંખ્યા ભરવામાં આવે તેવી સુચના આપવી.
