મોંઘવારી ભથ્થુ વધારો: DA HIKE NEWS: કેન્દ્રિય કર્મચારીઓને મળતા બેઝીક પગાર પર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. આ મોંઘવારી ભથ્થામા વર્ષ મા 2 વખત વધારો કરવામા આવે છે. દર વર્ષે 1 જનયુઆરી અને 1 જુલાઇ ની સ્થિતિએ મોંઘવારી ભથ્થામા વધારો આપવામા આવે છે. હાલ કેન્દ્રિય કર્મચારીઓને બેઝીક પગારના 46 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. 1 જાન્યુઆરી થી થનાર મોંઘવારી ભથ્થા મા વધારો કેટલા ટકા આપવામા આવશે તે બાબત શકયતાઓ જોઇએ.
મોંઘવારી ભથ્થુ વધારો
લોકસભાની ચૂંટણી જાહેર તે પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને પગાર વધારા બાબત સારા સમાચાર આપી શકે છે. કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં ચાર ટકાનો વધારો કરે તેવી શકયતાઓ છે.
આ વર્ષે એપ્રીલ-મે માસમા સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને આ પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા મા વધારા બાબત ગુડ ન્યુઝ આપે તેવી શકયતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓ ને આપવામા આવતા મોંઘવારી ભથ્થા (DA)માં ચાર ટકાનો વધારો કરે તેવી શકયતા છે. મોંઘવારી ભથ્થા મા થનાર આ વધારા નો પેન્શનરોને પણ લાભ મળશે.

સરકાર માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરે તેવી શકયતા છે. જો સરકાર આ રીતે વધારો જાહેર કરે છે તો કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા જેટલુ થઈ જશે અને પગારમાં ઘણો વધારો થશે.
કેન્દ્ર સરકાર દ્વારા CPI (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) ડેટાના આધારે ઔદ્યોગિક કામદારો માટે DA/DR માં વધારો નક્કી કરે છે. તેની 12 મહિનાની સરેરાશ 392.83 જેટલી છે. તેના આધારે, DA મૂળ પગારના 50.26 ટકા હશે. લેબર બ્યુરો, શ્રમ મંત્રાલયનું એક એકમ, દર મહિને CPI-IW ડેટા પબ્લીશ કરે છે.
મોંઘવારી ભથ્થા મા વધારા બાદ કર્મચારીઓના પગારમા કેટલો વધારો થશે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ.
ધારો કે જો કોઈ કર્મચારી નો મૂલ પગાર રૂ.40000 હોય તો હાલમાં તેને મળતુ DA 18400 રૂપિયા છે. જો DA માં ચાર ટકાનો વધારો કરવામાં આવે તો તેનું DA 1600 રૂપિયા વધીને 20000 રૂપિયા થઈ જશે. આ સાથે જાન્યુઆરીથી માર્ચ સુધીના સમય માટ એરીયર્સ પણ મળશે.