💥🌀🌐 સરકારી શાળાઓની જમીન માપણી બાબત
વિષય: તમામ સરકારી શાળાઓની જમીનની હદ માપણી બાબત.
સંદર્ભ: શિક્ષણ વિભાગના પત્ર ક્ર:પરચ/૧૧૨૦૨૩/૩૦૦/ચ, તા.૦૧/૧૧/૨૦૨૩
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, રાજયની તમામ સરકારી શાળાઓની જમીનોની હદ માપણી કરવા માટે ફેન્સીંગ/વેજીટેબલ વાડથી સુરક્ષીત કરવા માટે તથા જો કોઇ સરકારી શાળાની જમીન પર ગેરકાયદે દબાણ થયેલ હોય તો તે જિલ્લા કલેકટરશ્રીના ધ્યાને લાવી દબાણ દૂર કરવા અંગેની રજૂઆત પરત્વે નિયમોનુસારની કાર્યવાહી કરવા સંદર્ભ પત્રથી

અત્રેને જણાવેલ હોઈ આ અંગે નીચેની સૂચનાઓ ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે.
१. રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળા/મેદાનની જમીનો સંબંધિત શિક્ષણ સમિતિ કે નગર શિક્ષણ સમિતિના નામે હોવા અંગે મહેસૂલી દફતર જેવા કે ગામનો નમૂનો-૦૬, નમૂનો-૦૭ અને નમૂનો-૮-અ મારફતે ચકાસણી કરવી.
२. જે સરકારી પ્રાથમિક શાળા/મેદાનની જમીનો સંબંધિત શિક્ષણ સમિતિ કે નગર શિક્ષણ સમિતિના નામે નહી હોય તેવા કિસ્સામાં જમીન નામે કરાવવા અથવા કબ્જેદાર-ભોગવટાદાર તરીકે નામ દાખલ કરાવવા કાર્યવાહી કરવી.
જે સરકારી પ્રાથમિક શાળા/મેદાનની જમીનોની હદ-પાળી નક્કી નહી હોય અથવા જમીનના કુલ ક્ષેત્રફળ અંગે
3. વિસંગતતા જણાય તેવા કિસ્સામાં સરકારી રાહે જમીન માપણી કરાવી ચતુર્દિશા નિયત કરાવવી અને દબાણ થયાનું જણાય તો દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવી.
૪. સરકારી પ્રાથમિક શાળા/મેદાનની જમીનોને સુરક્ષિત (દબાણ રહિત અને શાળા ઉપયોગ માટે અનામત હોય તે રીતે) રાખવા જરૂરી કાર્યવાહી કરવી.
ઉપરોકત વિગતે, સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી, કેન્દ્ર શિક્ષકશ્રી અને અન્ય ક્ષેત્રિય સ્ટાફની ટીમ બનાવી ઉપર મુજબની કાર્યવાહી હાથ ધરવા તથા તેનો અહેવાલ અત્રેને આપવા જણાવવામાં આવે છે.