ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પરીક્ષાના નવા સિલેબસની જાહેરાત

૨૦ માર્કના પ્રશ્ન ધો.૧૦ના અભ્યાસક્રમમાંથી પૂછાશે

ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પરીક્ષાના નવા સિલેબસની જાહેરાત

અમદાવાદ, ગુરૂવાર | ડિપ્લોમા ઈજનેરી બાદ ડિગ્રી ઈજનેરીમાં બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત | ૨૦૨૪-૨૫થી પરીક્ષા લાગુ કરવામા આવનાર છે ત્યારે આ પરીક્ષા માટેના સીલેબસમાં મોટી મુંઝવણ ઉભી થઈ હતી. અગાઉ જાહેર કરાયેલા સીલેબસમાં ડિપ્લોમા ઈજનેરીના કેમિસ્ટ્રીપાર્ટના ૫૦ માર્કસના પ્રશ્નો રાખવામા આવ્યા હતા પરંતુ ઘણી બ્રાંચોમાં કેમિસ્ટ્રી ભણાવાતુ જ ન હોવાથી આ મુદ્દે ડિપ્લોમા કોલેજ એસોસિએશન રજૂઆત કર્યા બાદ અંતે સરકારે સીલેબસ બદલી દીધો છે.

જે મુજબ હવે ધો. ૧૦ના અભ્યાસક્રમમાંથી ૨૦ માર્કસનું પુછવામા આવશે અને બેઝિક એન્જિનિયરિંગના ૨૦ માર્કસ તથા ફીઝિક્સના ૬૦ માર્કસ રાખવામા આવશે.

ડિપ્લોમા ઈજનેરીની કેટલીક બ્રાંચોમાં કેમિસ્ટ્રી ન હોવા છતાં ૫૦ માર્કના પ્રશ્નો રખાતા રજૂઆત કરાઈ હતી

ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આજે | નવા સીલેબસની જાહેરાત કરી દેવામા આવી છે. ખાનગી ડિપ્લોમા કોલેજ | એસોસિએશન દ્વારા ટેકનિકલ શિક્ષણ વિભાગને તેમજ જીટીયુને સીલેબસ | બદલવા માટે કરાયેલી લેખિત રજૂઆત બાદ જીટીયુ ખાતે બોર્ડ ઓફ સ્ટડિઝની મીટિંગ અને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કમિટીની મીટિંગનું આયોજન કરવામા આવ્યુ હતું.જેમાં એક્સપર્ટસ સાથે ચર્યા કર્યા બાદ અને અભિપ્રાયો-મંતવ્યો મેળવ્યા બાદ

વિદ્યાર્થીઓના હિતમાં સીલેબસ બદલી દેવામા આવ્યો છે. જે મુજબ હવે કુલ ૨૦૦| માર્કસની પરીક્ષામાંથી ૧૦૦ માર્કસના પાર્ટમાં ધો.૧૦માં ભણાવાતા વિજ્ઞાન વિષયમાંથી ૨૦ માર્કસના પ્રશ્નો રહેશે તેમજ બેઝિક એન્જિનિયરિંગના ૨૦ માર્કસના પ્રશ્નો રહેશે અને ફીઝિક્સના ૬૦ માર્કસના પ્રશ્નો રહેશે.

અગાઉ જાહેર કરવામા આવેલા સીલેબસમાં ૧૦૦ માર્કસમાંથી ૫૦ માર્કસના પ્રશ્નો કેમિસ્ટ્રીના રખાયા હતા. પરંતુ ડિપ્લોમા ઈજનેરીની કમ્પ્યુટર, |

આઈટી, મીકેકનિકલ અને આઈસીટી સહિતની કેટલીક બ્રાંચોમાં કેમિસ્ટ્રી સબ્જેક્ટ જ આવતો નથી કે ભણાવાતુ નથી.જેથી આ બ્રાંચના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મોટો અન્યાય થાય તેમ હતો. પરંતુ હવે નવેસરથી સીલેબસ જાહેર કરાશે અને જે મુજબ વિદ્યાર્થીઓએ તૈયારી કરવાની રહેશે. ડિપ્લોમા ઈજનેરી બાદ ડિગ્રી ઈજનેરીના બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રજિસ્ટ્રેશન ફેબ્રુઆરીમાં શરૂ કરાશે.જ્યારે એપ્રિલમાં પરીક્ષા લેવાશે.

Updated: January 19, 2024 — 10:32 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *