રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પડતર પ્રશ્નો અંગે શિક્ષણમંત્રી સાથે વિસ્તૃત છણાવટ કરી
ગ્રાન્ટેડ માધ્ય., ઉ.મા. શિક્ષકોના ફિક્સ પગારમાં ૩૦ ટકાના વધારાનો ટૂંક સમયમાં નિર્ણય લેવાશે
ભાવનગર, ગુરૂવાર | શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણમંત્રીને રૂબરૂ મળી પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી જેનો હકારાત્મક
પ્રત્યુતર મળ્યો હતો. સંભવતઃ આગામી દિવસોમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ફિક્સ પગારી શિક્ષકોના ભથ્થામાં ૩૦ ટકાનો વધારો કરવા સરકાર નિર્ણય લેશે તેવી આશા સેવાઈ રહી છે.

એચ ટાટ મુખ્ય શિક્ષકોના નવા ઠરાવનો પરિપત્ર બહાર પાડવા રજૂઆત ઃ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ
તાજેતરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલની આગેવાની તળે પ્રતિનિધિ મંડળ રાજ્યના શિક્ષણમંત્રી, નાણાંમંત્રી અને ઉદ્યોગ મંત્રીને મળ્યું હતું જ્યાં તેમણે ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના ફિક્સ પગારમાં ફરજ બજાવતા શિક્ષકોના વેતનમાં ૩૦ ટકાનો વધારો કરવાની માંગ દોહરાવી હતી. જેનો
| સરકાર કક્ષાએથી સ્વીકાર થયો હોવાનું | અને આગામી ટૂંક સમયમાં સરકાર આ મુદ્દે હકારાત્મક નિર્ણય લે તેવી ખાત્રી આપવામાં આવી હોવાનું અધ્યક્ષે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ ઉપરાંત એચ । ટાટ મુખ્ય શિક્ષકોના નવા ઠરાવનો પરિપત્ર બહાર પાડવા તેમજ ગ્રાન્ટેડ | પ્રાથમિક શાળાના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં | પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક
શાળાઓમાં જ્ઞાનસહાયક ભરતીના બદલે કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે અંતરિયાળ વિસ્તારો અને જે કિસ્સામાં કાયમી ભરતી ન થાય ત્યાં જ્ઞાનસહાયક યોજના અન્વયે શિક્ષકની ફાળવણી કરવાનો વિકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેનો પણ સરકારે હકારાત્મક ઉકેલ લાવવાની ખાત્રી આપી હોવાનું તેમણે વિગતો આપતા અંતમાં જણાવ્યું હતું.