આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમો કવર ૧૦ લાખ રૂપિયા થવાની શક્યતા

પહેલી ફેબ્રુઆરીએ વચગાળાના બજેટમાં જાહેરાત થઈ શકે આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમો કવર ૧૦ લાખ રૂપિયા થવાની શક્યતા

કેન્દ્ર સરકાર ૨૪૫થી આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ પરિવારદીઠ વાર્ષિક ઇન્શ્યોરન્સ કવર બમણું કરીને ૧૦ લાખ રૂપિયા કરવાની દરખાસ્તને અંતિમ ઓપ આપવા પર કામ કરી રહી હોવાના અહેવાલ છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યાનુસાર સરકાર આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ ઇન્શ્યોરન્સ કવર બમણું કરીને કેન્સર તેમજ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા મોંઘી સારવારવાળા ગંભીર રોગોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનું સુનિશ્ચિત કરવા માગે છે. આ સંબંધમાં પહેલી ફેબ્રુઆરીએ

રજૂ થનારા વચગાળાના બજેટમાં રાત થવાની શક્યતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આગામી ત્રણ વર્ષમાં કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓ, બાંધકામ શ્રમિકો, નોન- કોલ માઈન વર્કર્સ તથા આશા વર્કર્સને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PMJAY) હેઠળ આવરી લેવાના હેતુથી આ યોજનાના લાભાર્થીઓ બમણા કરીને ૧૦૦ કરોડે પહોંચાડવા પણ વિચારણા કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૭૯, ૧૫૭ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ ૬.૨ કરોડ જેટલા હોસ્પિટલાઈઝ દર્દીઓને વિના મૂલ્યે સારવાર મળી ચૂકી છે.

પીમાં સૌથી વધુ ૪.૮૩ કરોડ આયુષ્માન કાર્ડધારકો

આયુષ્માન ભારત યોજનાએ ગત ૧૨ જાન્યુઆરીએ ૩૦ કરોડ આયુષ્માન કાર્ડ જનરેટ કરવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. સર્વાધિક આયુષ્માન કાર્ડધારકોની દૃષ્ટિએ ઉત્તરપ્રદેશ ૪.૮૩ કાર્ડધારકો સાથે મોખરે છે. મધ્યપ્રદેશ ૩.૭૮ કરોડ અને મહારાષ્ટ્ર ૨.૩૯ કરોડ કાર્ડધારકો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ૧૧ રાજ્યો એક કરોડથી વધુ કાર્ડધારકો ધરાવે છે.

Updated: January 18, 2024 — 7:44 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *