ઈ-ચલાન એપ લોન્ચ કરીને “વન નેશન, વન ચલણ’ પ્રોજેક્ટનો આરંભ થયો

સ્થળ પર દંડ ભરી ન શકતા વાહનચાલકો ઓનલાઈન રકમ ભરી શકશે ઈ-ચલાન એપ લોન્ચ કરીને “વન નેશન, વન ચલણ’ પ્રોજેક્ટનો આરંભ થયો

૯૦ દિવસમાં દંડ ન ભરનારનો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે

દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે નેશનલ ઈન્ફર્મેટીક્સ સેન્ટરના સહયોગથી વન નેશન, વન ચલણ- ઇચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક પોલીસ કે અધિકારી સ્થળ પર જ ટ્રાફિકનુ નિયમોનું ઉલ્લંઘન કરનારને એપ્લિકેશન મારફતે દંડ ફટકારશે. ઉપરાંત ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો પોલીસ ઈ-ચલણ આપશે. ત્યારે વાહનચાલકને ઈ-ચલણ મળ્યાના ૯૦ દિવસમાં દંડ નહિ ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરશે.

દેશભરમાં અત્યારે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ૧૫ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત સરકારે NIC ના સહયોગથી વન નેશન, વન ચલણ ઈ-ચાલન પ્રોજેકટ શરૂ કર્યો છે. જેમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનના અમલથી વાહનો ચાલકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઈ ચલણ આપવામાં આવશે. અત્યાર સુધી

એક ચલણ ઇશ્યૂ થયા છતાં પણ નહીં ભરે તો આપોઆપ ચાર્જ વધી જશે

જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરશે તો તેને ચલણ આપવામાં આપવામાં

આવશે જે બાદ વાહનચાલક દંડ

નહિ ભરે અને બીજી વાર નિયમોનું ઉલ્લંઘન કરશે તો આ એપ્લીકેશનમાં તેનો ચાર્જ ઓટોમેટિક વધી જશે.

પોલીસ અને વાહનચાલકો વચ્ચેનું ઘર્ષણ ઓછું થશે

આ એપ્લીકેશન દ્વારા ટ્રાફિક પોલીસકર્મી કે અધિકારી વાહનચાલક સામે કોઇ પણ માથાકૂટ કર્યા વગર મોબાઇલ એપથી ચલણ જનરેટ કરશે તેનાથી પોલીસ અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ ઓછુ થશે

પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપશે. જેમાં વાહનચાલકને મોબાઇલમાં મેસેજ પણ મળશે. જેમાં વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. વાહન ચાલકોને ઈ ચલણ મળ્યાના ૯૦ દિવસમાં તેને ભરી દેવુ પડશે, જો

આ સમયગાળામા ઈ ચલણ ન ભરાય તો તે ચલણ ૯૦ દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના ૪૫ દિવસ સુધી દંડ ભરવામાં નહી આવે તો બાદમાં તે ચલણ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમન્સ કાઢી જે-તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકશે અને સજા કરશે. આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેંચી કે ટ્રાન્સફર નહી કરી શકે. જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોનો ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે.

Updated: January 17, 2024 — 9:14 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *