બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ સરકારી બેંક આપશે 8 ટકાથી વધારે વ્યાજ

પંજાબ નેશનલ બેંકે ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં બદલાવ કર્યો છે. PNB એ 2 કરોડ રૂપિયાથી ઓછી FD પરના વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. નવા વ્યાજ દર 1 જાન્યુઆરી, 2024થી લાગુ થયા છે.

પંજાબ નેશનલ બેંકે ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં બદલાવ કર્યો છે. PNB એ 2 કરોડ રૂપિયાથી ઓછી FD પરના વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. નવા વ્યાજ દર 1 જાન્યુઆરી, 2024થી લાગુ થયા છે.

PNB એ 400 દિવસની પાકતી મુદત પર વ્યાજ દરોમાં 45 bpsનો વધારો કર્યો છે. આ વ્યાજ દર 6.80 ટકાથી વધારીને 7.25 ટકા કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંકે સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષમાં પાકતી થાપણો પર 3.5 ટકાથી થી 7.25 ટકાનું વ્યાજ આપે છે.

PNB સિનિયર સિટીઝન માટે FD પર 4 ટકાથી 7.75 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. સુપર સિનિયર સિટીઝન માટે વ્યાજ 4.3 ટકાથી 8.05 ટકા સુધી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વ્યાજ દર 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ છે. નવા વ્યાજ દર 27 ડિસેમ્બર, 2023થી લાગુ થયા છે. SBI 7 દિવસથી લઈને 10 વર્ષની પાકતી થાપણો પર 3.5 ટકાથી લઈને 7 ટકા સુધીના વ્યાજ દર આપે છે.

Updated: January 9, 2024 — 3:40 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *