શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે સરકારશ્રી દ્વારા “મુખ્યમંત્રી હેલ્થ કાર્ડ” યોજના માટે તૈયારીઓ શરૂ.
ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં તબીબી સારવાર ના હેતુ થી મુખ્યમંત્રી હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવનાર છે.આ યોજના માં પ્રાથમિક શિક્ષકો,માધ્યમિક શિક્ષકો,કેળવણી નિરીક્ષકો,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ નિવૃત શિક્ષકોનો સમાવેશ કરવામાં આવનાર છે. આ યોજના ને આખરી સ્વરૂપ આપવા શિક્ષણ વિભાગ ના સચિવ વિનોદ રાવ સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને માન્યતા પ્રાપ્ત સંઘ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ભીખાભાઇ પટેલ, રમેશભાઈ ચૌધરી, પરેશ ભાઈ પટેલ ,અનિરુદ્ધ સિંહ સોલંકી સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.આગામી સપ્તાહમાં ફરી મિટિંગ યોજી આ યોજનાને આખરી સ્વરૂપ આપવામાં આવશે. આ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા તમામ કર્મચારીઓ ને હેલ્થ કાર્ડ આપી યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવશે.