ધોરણ ૧૨ સાયંસ માં અંગ્રેજી વિષય ના બ્લુ પ્રિન્ટ માં સુધારો થશે
Mcqમાં કાવ્યને લગતા 20 ગુણના બદલે 12 ગુણના પ્રશ્નો પૂછાશે ધો.12 સાયન્સમાં અંગ્રેજી વિષયના પરિરૂપમાં સુધારો કરવામાં આવ્યો ♦ તજજ્ઞો દ્વારા પરિરૂપમાં સુધારો સૂચવ્યા બાદ બોર્ડે શાળાઓને જાણ કરી નવગુજરાત સમય > અમઘવાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ અંગ્રેજી પ્રથમ ભાષાના પરિરૂપમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર થયેલા પરિરૂપમાં MCQમાં 20 ગુણના કાવ્યને લગતા પ્રશ્નો પૂછાશે તેમ જણાવાયું હતું. જોકે, તજજ્ઞો દ્વારા કરાયેલા સુધારા અનુસાર કાવ્યને લગતા 20ના બદલે 12 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે તેમ જણાવાયું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા આ સુધારો તમામ શાળાઓને મોકલી આપ્યો છે અને તે પ્રમાણે હવે આગામી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન- 2023થી શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ શાળાઓને મોકલી આપ્યો છે. જેથી આગામી બોર્ડની પરીક્ષા માટેપ્રશ્નપત્ર પરિરૂપ અને ગુણભાર જાહેર કર્યા હતા. જોકે, ત્યારબાદ સરકાર દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર ર્યો હતો. આ ફેરફારના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં નવેસરથી પ્રશ્નપત્ર પરિરૂપ અને ગુણભાર નક્કી કરી શાળાઓને મોક્લી આપ્યા હતા. જોકે, ધો.12 સાયન્સના અંગ્રેજી પ્રથમ ભાષાના પરિરૂપમાં તજજ્ઞો દ્વારા સુધારો કરવામાં આવતા બોર્ડ દ્વારા તે પ્રમાણે સુધારો ર્યો છે.

ધો.12 સાયન્સના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો જાણ તથા અમલ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા મોક્લવામાં આવ્યા હતા. જે પૈકી અંગ્રેજી પ્રથમ ભાષાના પરિરૂપમાં તજજ્ઞો દ્વારા સુધારા સૂચવાયા છે. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા સુધારો તમામ બોર્ડની પરીક્ષા વખતે તેને ધ્યાને લેવાના રહેશે. આમ, પ્રશ્નપત્ર પરિરૂપ નક્કી થયા બાદ તેમાં સુધારો કરાયો છે. અંગ્રેજી પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં MCQમાં ગદ્ય વિભાગમાં 20 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે કાવ્યમાં 12 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. 5 માર્કના પ્રશ્નો સપ્લીમેન્ટરીના પૂછાશે અને 13 માર્કના પ્રશ્નો ભાષા અને ગ્રામરને લગતા પૂવામાં આવશે. આ પરિરૂપના આધારે બોર્ડની આગામી પરીક્ષા લેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા પરિરૂપ MCQમાં કાવ્યના 20 ગુણના પ્રશ્નો દર્શાવાયા હતા. જોકે, કાવ્યના 20 ગુણના બદલે 12 ગુણના પ્રશ્નો પૂછાશે તેવો સુધારો કરાયો છે. હતું.