શાળા સંચાલક મંડળની મુખ્યમંત્રીને રજૂઆત રાજ્યભરની સ્કૂલોમાં બીજા, ચોથા શનિવારે રજાની માગ
શનિવારે શિક્ષણ કાર્ય ઓછું રહેતું હોવાનો તર્ક
વિદ્યાર્થીઓને સળંગ બે દિવસની રજાઓ મળી શકે, જેથી કર્મચારીઓ પોતાનાં બાળકો સાથે સામાજિક રીતે સમય આપી શકે.
રાજ્ય શાળા સંચાલક મંડળે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યની શાળાઓમાં બીજા અને ચોથા શનિવારે રજા આપવા માટેની લેખિતમાં રજૂઆત કરી છે. સંચાલક મંડળે રજૂઆતમાં જણાવ્યું. છે કે, મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે, જેના કારણે રાજ્યના અને કેન્દ્રના કર્મચારીઓ ઘરે હોય છે. રિઝર્વ બેન્કના નિયમો મુજબ બીજા અને ચોથા શનિવારે સહકારી અને સરકારી બેન્કોમાં કામકાજ બંધ હોય છે. સામાન્ય રીતે શનિવાર પછી રવિવાર આવતો હોવાથી જો કોઈ શિક્ષણ કાર્ય બંધ હોય તો વાલીઓ અને
શનિવારે કમ્પ્યુટર, ચિત્રકામ, સંગીત, ઉદ્યોગ અને રમતગમતના પિરિયડ ગોઠવાતા હોય છે, જેથી શનિવારે શિક્ષણ કાર્ય ઓછું રહે છે અથવા રહેતું નથી.મહિનાના 4 શનિવારમાં જે કાર્યભાર શિક્ષણનો હોય છે અને અડધા દિવસનો સમય હોય છે. તેના બદલે પહેલા અને ત્રીજા શનિવારમાં આઠ પિરિયડનું શિક્ષણકાર્ય રાખવામાં આવે અને બીજા અને ચોથા શનિવારે રજા અપાય તો વિદ્યાર્થી આખો દિવસ રહી શકે. આનાથી વાહન વ્યવહાર, ડીઝલ, પેટ્રોલ, સ્કૂલમાં વપરાતી વીજળીની પણ બચત થશે.
