વિષય : રાજયની સરકારી શાળાઓ/કેજીબીવી/હોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતીના પગલા લેવા બાબત..
રાજયમાં ટૂંક જ સમયમાં ચોમાસાની ઋતુનું આગમન થશે. ચોમાસા ઋતુ દરમ્યાન શાળામાં કોઈ ર્દુઘટના ના ઘટે તે માટે તેમજ સ્કુલ સેફટી અંગે પણ તકેદારી રાખવા માટે આવશ્યક સાવચેતીના પગલાં અગાઉથી ભરવા જરૂરી બને છે. જેથી આપના જિલ્લામાં આવેલ તમામ શાળાઓ/કેજીબીવી/હોસ્ટેલ વગેરેને ચોમાસાની ઋતુની શરૂઆત પહેલા જરૂરી તૈયારી કરવા અને સ્કુલ સેફ્ટી અંગે તકેદારી રાખવા માટે સાવચેતીના પગલા લેવા તમામ શાળાના આચાર્યશ્રીઓને નીચે મુજબની લેખિતમાં સૂચના આપશો.
(૧) છત કે ધાબા પર આવેલ વોટર સ્પાઉટ ચોમાસા પહેલાં અને ચોમાસામાં સમયાંતરે સાફ કરાવવા.
(૨) ધાબા કે છત ઉપર રહેલા જૂના ફર્નીચર કે અન્ય સામાનને યોગ્ય સ્થળે ખસેડવો.
(૩) શાળા મેદાનમાં આવેલ નમી ગયેલા કે તૂટી પડવાની તૈયારીમાં હોય તેવા વૃક્ષોની ડાળીઓ/વૃક્ષોને દૂર કરવા. (૪) શાળામાં જો ઈલેકટ્રીક વાયર ખુલ્લા હોય કે અર્થીગ પ્રોબ્લેમ હોય તો તુર્તજ એસએમસી ધ્વારા રીપેરીંગ કરાવવા.
ટેકનીકલી જરૂરી હોય તેવા MCB/ELCB વગેરે લગાવવા. ઉપલબ્ધ શાળા ગ્રાન્ટમાંથી ખર્ચ કરવો.
(૫) ચોમાસાની સીઝન દરમ્યાન આચાર્યશ્રી તથા શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની પૂર્વ મંજૂરી વિના હેડકવાર્ટર છોડવું નહી.
(૬) પૂરના સમયે શાળાના મેદાનમાં કે બિલ્ડીંગમાં પાણીનો ભરાવો ન થાય તે માટે પાણીના નિકાલની વ્યવસ્થા છે કે નહી તેની તકેદારી રાખવી.
(૭) પૂર સંભવિત ક્ષેત્રમાં શાળાના અગત્યના રેકર્ડ તેમજ ફાઈલોને શાળામાં જ સુરક્ષિત સ્થળે રાખવા.