ગુજરાતમાં એનએપી NP યોજનામાં ૧.૨૨ લાખને એપ્રેન્ટિસ તરીકે રોજગાર અપાયો

પાંચ વર્ષમાં સૌથી વધુ ૨૦૨૨-૨૩માં એપ્રેન્ટિસ

ગુજરાતમાં એનએપી યોજનામાં ૧.૨ ૨ લાખનેએપ્રેન્ટિસ તરીકેરોજગાર અપાયો

આ યોજનામાં કુલ ૪,૯૮૫ ખાનગી એકમો તથા સરકારી પીએસયુ સામેલ

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા હાથ ધરાતી ભારત સરકારની નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ બેરોજગાર યુવક-યુવતીઓને તેમની શૈક્ષણિક લાયકાતને આધારે ખાનગી એકમો તથા જાહેર ક્ષેત્રના પીએસયુના બે વર્ષ માટે માસિક રૂ.૬ હજારના વેતનથી રોજગાર અપાય છે, જેમાં એપ્રેન્ટિસ દીઠ રૂ.૧,૫૦૦ ભારત સરકાર ચૂકવે છે, એટલી જ ૨કમ ગુજરાત સરકાર કાઢે છે અને બાકી રૂ.૩,૦૦૦ ખર્ચ જે તે કંપની-એકમ દ્વારા ભોગવવાનો રહે છે. રાજ્યનો શ્રમ-રોજગાર વિભાગ એવો દાવો કરે છે કે છેલ્લા પાંચ વર્ષ પૈકી ૨૦૨૨- ૨૩ના વર્ષમાં રેકાર્ડ ૧ લાખ ૨૨ હજારને એપ્રેન્ટિસ તરીકે આ યોજનામાં રોજગાર પૂરો પાડવામાં આવ્યો છે, જે સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

નાણાકીય વર્ષ

૨૦૧૮-૧૯

૨૦૧૯-૨૦

૨૦૨૦-૨૧

૪૪.૮૧૩

૨૦૨૧-૨૨

૨૦૨૨-૨૩

૪૪.૨૯૯

૫૨,૭૫૦

કુલ

આગળના વર્ષના એપ્રેન્ટિસ

૧૮.૯૪૩

૪૮.૬૯૦

૨,૦૯,૪૯૫

વર્ષ દરમિયાન નવા એપ્રેન્ટિસ

કુલ એપ્રેન્ટિસ

૫૮.૬૩૧

૫૦:૦૮૫

૪૯.૧૭૯

૬૦.૮૧૫

૬૮.૯૬૦

૭૭.૫૩૪

૯૮.૭૭૫

૯૩.૯૯૨

૧,૦૫,૧૧૪

૧.૨૧,૭૧૦

૨,૮૭,૬૭૦

૪,૯૭,૧૬૫

સૂત્રો એવું કહે છે કે, રાજ્યમાં આ કામચલાઉ રોજગારની સરકારી યોજનામાં કુલ ૪,૯૮૫ ખાનગી એકમો તથા સરકારી પીએસયુ સામેલ થયા છે, જેમના દ્વારા આ યોજનામાં જોડાતા

વર્ષવાર એપ્રેન્ટિસના આંકડા

યુવક-યુવતીઓને રૂ. ૬ હજારથી માંડીને રૂ. ૭,૫૦૦ જેટલું માસિક મહેનતાણું તેમની શૈક્ષણિક લાયકાત મુજબ ચૂકવાય છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્કીમ પાછળ ૨૦૨૧-૨૨માં રૂ.૩૯.૯૪ કરોડ અને ૨૦૨૨-૨૩માં રૂ. ૫૧ કરોડ ખર્ચાયા છે, જે પૈકી ભારત સરકારે ઉપરોક્ત બે વર્ષમાં અનુક્રમે રૂ.૧૩ કરોડ અને રૂ.૨૬ કરોડ આપ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

Updated: May 10, 2023 — 9:03 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *