શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગેનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર, સરકારમાં મોકલાયો
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમો અંગેના સુધારા ઠરાવમાં ફેરફાર કરવા અંગે નિમાયેલી કમિટી દ્વારા કુલ ચાર બેઠકના અંતે ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. કમિટી દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરી સરકારને મોકલી અપાયો છે. જેથી હવે સરકારની મંજુરી બાદ નવો સુધારા ઠરાવ શિક્ષણ વિભાગ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે.તો પ્રારંભ થવાની શક્યતાઓ – દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. નિયમોમાં ફેરફાર અંગેનો થયેલા શિક્ષકોના બદલી હવે ટૂંક સમયમાં સ્થગિત છે. રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોને લઈ હાઈકોર્ટ સુધી મામલો પહોચ્યો છે. જેને લઈ રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પ મોકુફ રાખવા પડ્યાં છે. હાઈકોર્ટમાં થયેલી પીટીશનોને ધ્યાનમાં રાખી ઠરાવમાં કેવા પ્રકારના સુધારા થઈ શકે છે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઠરાવમાં સુધારો કરવા ૧૫ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જે સુધારા કરવામાં આવ્યાં છે તેમાં હાઈકોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવ્યાં હતા તે સરકારે સ્વીકારી લીધા છે અને એ સિવાય શબ્દોને લઈ જ્યાં ગેરસમમજ કે કોઈ શિક્ષકોને અન્યાય થવાની આશંકાઓ હતી તેવા ફેરફાર કરાયાં હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
