રજાના દિવસોનું જાહે૨ ૨જા સાથે સંયોજન

રજાના દિવસોનું જાહે૨ ૨જા સાથે સંયોજન :

(૧) કોઈ સરકારી કર્મચારીની રજા જે દિવસથી શરૂ થતી હોય તેની તુરત પહેલાના દિવસે અથવા તેની રજા પૂરી થયા પછીના દિવસે એક કે સળંગ જાહેર રજાઓની હાર આવતી હોય, તો આવી જાહે૨ ૨જા કે રજાઓની શરૂઆતના આગળના દિવસના અંતે તેનું મથક છોડવાની અથવા આવી જાહેર રજા કે રજાઓ પછીના દિવસે મથકે પાછા ફરવાની પરવાનગી આપી શકાશે :-

સિવાય કે –

(ક) તેના કાર્યભાર સંભાળવામાં કે સોંપવામાં કાયમી પેશગી સિવાયની રોકડ રકમ અથવા જામીનગીરીઓનો સોંપવાનો કે સંભાળવાનો સમાવેશ થતો હોય; અપવાદ : રોકડ સિલક સિવાયનાં કોઈપણ નાણાં કે જામીનગીરીઓ જેઓએ સાચવવાની ન હોય તેવા વન અધિકારીઓને આ પરંતુકની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવે છે.

(ખ) વહેલા પ્રયાણથી તેમની ફરજો બજાવવા માટે બીજા મથકેથી કોઈ સરકારી કર્મચારીની તદનુરુપ વહેલી બદલીની સમસ્યા પેદા થાય તેમ થવું ન જોઈએ. આ બાબતમાં ગેરહાજર સરકારી કર્મચારીની જગા સંભાળે તેવી અવેજી વ્યક્તિને જ લક્ષમાં લેવી અને સરકારી કર્મચારીની રજા અંગેની ગેરહાજરીને લીધે કરવી પડે તે વ્યવસ્થાની શૃંખલામાં આવતા તમામ સરકારી કર્મચારીઓને નહિ; અને

(ગ) તેની ગેરહાજરી દરમ્યાન તેની ફરજ બજાવતા સરકારી કર્મચારીની બીજા સ્થળે બદલીમાં અથવા તે જગા ઉપર હંગામી ધોરણે નિયુક્ત કરેલ વ્યક્તિને સરકારી નોકરીમાંથી છૂટા કરવામાં અનુરૂપ વિલંબ કરવો પડે, એટલો મોડો વિલંબ નોકરીએ પાછા ફરતાં થવો જોઈએ નહિ.

(૨) રજા ઉપર જતા સરકારી કર્મચારી તેના હવાલે રહેતાં નાણાં માટે જવાબદાર રહે તે શરતે કોઈ અમુક કિસ્સામાં ખાતાના વડા પેટા-નિયમ (૧) ના પરંતુકના ખંડ (ક) ની જોગવાઈના પાલનમાંથી મુક્તિ આપી શકશે.

(૩) સિવાય કે, રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી કોઈ કિસ્સામાં અન્યથા ફરમાવે નહિ, તો – (ક) જાહેર રજાઓ, ૨જાની આગળ જોડવામાં આવે તો, રજા અને પગાર તથા ભથ્થાની અનુગામી પુનઃવ્યવસ્થા જાહેર રજાઓ પછીના પ્રથમ દિવસથી અમલી બનશે; અને

(ખ) જાહેર રજાઓ, રજાની પાછળ જોડવામાં આવે, તો તે જાહેર રજાઓ રજાની પાછળ જોડી ન હોત તેમ ગણીને જે દિવસે રજા પૂરી થાત તે દિવસથી પૂરી થયેલી ગણાશે અને પગાર અને ભથ્થાની અનુગામી પુનઃવ્યવસ્થા સદરહુ દિવસથી અમલમાં આવશે.

નોંધ-૧ : રવિવાર અગર જાહેર રજાના પૂર્ણ દિવસ માટે ફરજ બજાવવાના બદલામાં સરકારી કર્મચારીને મળતી વળતર રજા, ઉપરોક્ત હેતુ માટે જાહેર રજા ગણી શકાશે.

નોંધ-૨ : અડધી પ્રાસંગિક રજા ભોગવી સરકારી કર્મચારી જ્યારે બીજે દિવસે રજા ઉપર જાય ત્યારે તે અડધા દિવસની પ્રાસંગિક રજાને રજાની આગળ જોડવા માટે પરવાનગી આપવામાં આવશે.

Updated: April 15, 2023 — 8:21 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *