મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો
કર્મચારીઓના વેતનમાં ફરી વૃદ્ધિ થવાની આશા
31 મે 2023નો દિવસ ખૂબ જ ખાસ
મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો થવાની સંભાવના
સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં ફરી વૃદ્ધિ થવાની આશા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે 31 મે 2023નો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ અને પેન્શનર્સને મોંઘવારીથી કેટલી રાહત મળશે, તે બાબતે સ્પષ્ટતા થઈ શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે.
31 મે 2023ના રોજ મોંઘવારી ભથ્થુ જાહેર થશે. જેથી AICPI ઈન્ડેક્ષના નંબર જાહેર થશે. આ પરિસ્થિતિમાં જાણી શકાશે કે, જુલીમાં મોંઘવારી ભથ્થુ કેટલું મળી શકે છે. હાલમાં મોંઘવારી ભથ્થુ 42 ટકા છે, જે જાન્યુઆરી 2023થી લાગુ છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવે તો DA 46 ટકા થઈ જશે.
મોંઘવારી ભથ્થુ કેટલુ વધી શકે છે
હાલમાં મોંઘવારી ભથ્થુ 44.46 ટકા છે, એપ્રિલથી જૂન સુધીનો સ્કોર જાહેર થવાનો બાકી છે. છેલ્લા ત્રણ વખતતી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી રહી છે. આ પરિસ્થિતિમાં આશા કરવામાં આવી રહી છે કે, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાની વધારો થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર AICPI ઈન્ડેક્ષના આંકડા પર નજર નાખવામાં આવે તો ડિસેમ્બરમાં 132.3 ઈન્ડેક્ષ હતો અને મોંઘવારી ભથ્થાનો સ્કોર 42.37 ટકા હતો. માર્ચ 2023માં AICPI ઈન્ડેક્ષ 133.3 હતો. જેના કારણે મોંઘવારી ભથ્થામાં 44.46 ટકાનો વધારો થયો છે.
મોંઘવારી ભથ્થામાં વધારો
સાતમાં પગાર પંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2023માં 4 ટકા અને તે પહેલા પણ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
રાજ્યોએ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો
કેન્દ્ર સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા પછી રાજસ્થાન, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોએ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.