રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023
માધ્યમિક શાળા (ધોરણ ૯ થી ૧૦)માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023 માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા. ૦૧-૦૫-૨૦૨૩ના જાહેરનામાં ક્રમાંકઃ રાપી/TAT-S/ ૨૦૨૩/૫૪૩૬-૫૪૭૬ તેમજ તેમાં તા. ૧૮- ૦૫-૨૦૨૩ અને તા. ૧૯-૦૫-૨૦૨૩ના જાહેરનામામાં કરેલ સુધારાથી તા. ૦૨- ૦૫-૨૦૨૩ થી તા. ૨૪-૦૫-૨૦૨૩ દરમિયાન online આવેદનપત્રો ભરાવેલ હતા. જે અનુસંધાને શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)- ૨૦૨૩ની પ્રાથમિક પરીક્ષા તા. ૦૪-૦૬-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.

આ કસોટી માટેની હોલટીકીટ તા. ૨૯-૦૫-૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૪-૦૬-૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http:// ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ ક૨વાની ૨હેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
તા. ૨૭-૦૫-૨૦૨૩ માહિતી/૪૪૫/૨૩-૨૪
અધ્યક્ષ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
SM Saiyad
TAT પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
TAT માધ્યમિક પરીક્ષા સંપૂર્ણ જાહેરનામું અને પરીક્ષા સિલેબસ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો