વર્ગ-3ની ભરતી માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, જાણી લો નવા નિયમો

સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુબ જ મહત્ત્વના સમાચાર. ગુજરાત સરકારે બદલી દીધાં છે સરકારી ભરતીના નિયમો. એટલેકે, સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક અને નિષ્ણાતો સાથેના લાંબા અધ્યયન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. 

રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર-સિનિયર અને હેડ ક્લાર્કની સંયુક્ત પરીક્ષા યોજાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. એટલું જ નહીં હવેથી આ ભરતી માટે પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે પ્રકારે પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં પાસ ઉમેદવારોની સરકારી નોકરીની ભરતી માટે મુખ્ય પરીક્ષા લેવાશે. મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ મેરિટ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે, આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે, સૂત્રોનું માનીએ તો સરકારી નોકરીની ભરતીઓ માટેની પરીક્ષાઓમાં વારંવાર થતાં પેપરલીક કાંડ અને ગેરરીતિઓને અટકાવવા સરકારે આ નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાને કારણે ઉમેદવારોએ બે વાર પરીક્ષા આપવાની થશે. જોકે, તેનાથી યોગ્ય ઉમેદવારને તક મળે એવો સરકારનો આશય છે.

Updated: May 19, 2023 — 4:37 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *