સુધારો થાય બાદ બદલી કેમ્પ યોજવાનો રસ્તો ખૂલશે તેવી આશા
અધિકારીઓની સાથે સંગઠનમાં મિત્રો પણ સામેલ થશે
ફેર્મ ભર્યા છે તે ઓર્ડર જનરેટ થશે, પછી બીજા કેમ્પ યોજાશે
નવેમ્બર માસમાં પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પો માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ જિલ્લામાં આંતરિક કેમ્પ માટે ઓનલાઇન ફેર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જો કે કોર્ટ કેસો અને કેટલીક ગૂંચવાનોને કારણે બદલી કેમ્પ માટેના ઓર્ડર સ્થગિત કરાયા હતા. તે બાદ 1 એપ્રિલ 2022ના રોજ જાહેર કરેલા બદલીના ઠરાવમાં કેટલાક મુદ્દાઓમાં ફ્રેફાર કરવાની પ્રક્રિયા શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાઈ હતી. તે માટે અગાઉ બે બેઠકો મળી હતી, ત્યારે હવે ત્રીજી બેઠક આજે યોજાશે. જેમાં રાજ્યના તથા જિલ્લાના શિક્ષણ સાથે જોડાયેલા અધિકારીઓની સાથે સંગઠનમાં મિત્રો પણ સામેલ થશે. બદલી કેમ્પ અટકવા પાછળ કોર્ટમાં થયેલા કેસોને માનવામાં આવે છે. જો આજની બેઠકમાં બદલીના નિયમોને આખરી ઓપ આપી દેવામાં આવશે તો આવનાર અઠવાડિયામાં સુધારો સાથેનો ઠરાવ આવી શકે તેમ છે.
ફેર્મ ભર્યા છે તે ઓર્ડર જનરેટ થશે, પછી બીજા કેમ્પ યોજાશે
હાલ આંતરિક કેમ્પ માટે ઓનલાઇન ફેર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે હવે સિનિયોરિટી ક્રમ મુજબ ઓર્ડર જનરેટ થશે ત્યારબાદ જનરલ કેમ્પ માટે ઓનલાઈન વિન્ડો ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ જિલ્લા સહિતના કેમ્પ માટે પ્રક્રિયા હાથ ધરાશે તેવું માનવામાં આવી રહ્યું છે.